NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • નોટબંધીની સમાપ્તિ બાદ કેશલેસ પેમેન્ટ સ્વીકારવા રિટેલર્સની અનિચ્છા

નોટબંધીની સમાપ્તિ બાદ કેશલેસ પેમેન્ટ સ્વીકારવા રિટેલર્સની અનિચ્છા

 | 5:01 am IST

નવી દિલ્હી, તા.૧૪

મોટા ભાગના રિટેલર્સ કેશલેસ પેમેન્ટ સ્વીકારવા તૈયાર નથી, જ્યારે મોટા ભાગના ગ્રાહકો ડિજિટલ પેમેન્ટ કરવા ઈચ્છે છે એમ સેન્ટર ફોર ડિજિટલ ફાઈનાન્શિયલ ઇન્ક્લુઝન (CDFI) અને IIMBએ કરેલા સરવેનું તારણ જણાવે છે. નોટબંધીના એક વર્ષની સમાપ્તિએ પ્રસિદ્ધ થયેલા અહેવાલ ગોઈંગ કેશલેસમાં જણાવાયું હતું કે ૬૩ ટકા રિટેલર્સ કેશલેસ પેમેન્ટ સ્વીકારવા અનિચ્છા ધરાવે છે.

અહેવાલમાં જણાવ્યા પ્રમાણે કેશલેસ સિસ્ટમમાં રસ અને પેમેન્ટમાં સરળતા જેવા કારણોસર ગ્રાહકો કેશલેસ પેમેન્ટ કરવામાં રસ બતાવે છે. ગ્રામીણ ગ્રાહકો પણ કેશલેસ પેમેન્ટ માટે એટલા જ ઉત્સાહી છે.

સરવેમાં ૩૮ ટકા રિટેલર્સે એક ટકાથી વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન ખર્ચ આપવા તૈયારી બતાવી હતી. નોટબંધી પહેલાં અને પછીની સરખામણી કરનાર આ અભ્યાસમાં એવું તારણ આવ્યું હતું કે હજુ ૭૬ ટકા ગ્રાહકો કેશને પ્રાધાન્ય આપે છે પણ હવે તેનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે.

CDFI નોટબંધી પહેલાં અને પછીના આંકડાઓની સરખામણી કરી શક્યું હતું કારણ કે તે ૧૧ શહેરોમાં નીચો, મધ્યમ અને ઊંચો માસિક માથા દીઠ ખર્ચ અંગે પહેલેથી જ અભ્યાસ કરી રહ્યું છે. CDFIએ નોટબંધી પહેલાં ૩૦૫ ગ્રાહકો અને ૮૮ રિટેલર્સનો તથા નોટબંધી પછી ૧,૭૧૫ ગ્રાહકો અને ૫૩૫ રિટેલર્સનો અભિપ્રાય લીધો હતો.

;