Notice to 175 schools for lack of fire safety in Surat
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સુરતમાં ફાયર સેફ્ટીના અભાવે 175 શાળાને નોટિસ

સુરતમાં ફાયર સેફ્ટીના અભાવે 175 શાળાને નોટિસ

 | 3:14 pm IST
  • Share

  • શાળાઓને અગાવ કારણ દર્શન નોટિસ અપાઈ હતી
  • 175માંથી 65 શાળા દ્વારા સૂચનાની કરી અવગણના
  • ફાયર સેફટી નહિ હોય તે શાળાની માન્યતા રદ કરાશે

 

સુરતમાં ફાયર સિસ્ટમ મામલે 175 શાળાને નોટિસ ફટકારવામાં આવી છે. ફાયર સેફ્ટીને લઇને શાળાઓને અગાવ પણ કારણ દર્શન નોટિસ અપાઈ હતી. આ તમામ શાળાઓમાં ફાયર સેફ્ટી ન હોવાથી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઇ છે. 175 પૈકી 65 શાળા દ્વારા સુચનાની ધરાર અવગણના કરી હોવાનુ સામે આવતા તંત્ર લાલઘુમ થયુ છે. જિલ્લા પંચાયતની 29 સરકારી શાળાઓએ ફાયરસેફટી ઉભી કરવી પડશે. ફાયર સેફટીની સુવિધ ઉભી નહિ કરાશે તો શાળાની માન્યતા રદ કરાશે.

શાળાઓમાં ફાયર સેફ્ટી મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો એક ખુબજ મહત્વનો ચુકાદો છે. તેમાં તમામ શાળાઓમાં ફાયર સેફટી હોવી જરૂરી બનાવી દેવામાં આવ્યું છે, એક ખુલાસા પ્રમાણે રાજ્યમાં હજી પણ 5199 શાળાઓમાં ફાયર સેફટી નથી. શાળાઓમાં બાળકો, શિક્ષકો અને સ્ટાફ માટે ફાયરની સુવિધા હોવી અત્યંત જરૂરી છે,

માટે જો કોઈ શાળાઓમાં ફાયર સેફટી નહીં હોય તો હાઇકોર્ટ આ શાળાઓની મંજૂરી રદ્દ કરશે. હાઇકોર્ટે રાજ્ય સરકારને પણ ફટકાર લગાવીને સ્કૂલોમાં ફાયર સેફટી અંગે હરિયાણા મોડેલ અપનાવવા જણાવ્યું છે. સાથે જ હોસ્પિટલોમાં ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ અંગે પણ રાજ્ય સરકાર ત્વરિત નિર્ણય કરવા જણાવ્યું છે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો