સાવધાન! 30 સપ્ટેમ્બર પછી બેકાર થઈ જશે 6 બેંકોના ચેક - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • સાવધાન! 30 સપ્ટેમ્બર પછી બેકાર થઈ જશે 6 બેંકોના ચેક

સાવધાન! 30 સપ્ટેમ્બર પછી બેકાર થઈ જશે 6 બેંકોના ચેક

 | 11:54 am IST

જો તમારું ખાતું ભારતીય સ્ટેટ બેંકની 5 પૂર્વ સહયોગી બેંકોમાં છે તો તમારા માટે કામના સમાચાર છે. ભારતીય સ્ટેટ બેંકે તેની 5 પૂર્વ સહયોગી બેંકો તેમજ ભારતદીય મહિલા બેંકના ગ્રાહકોને વિનંતી કરી છે કે તેઓ તરત નવી ચેકબુક માટે અરજી કરી દે કારણ કે 30 સપ્ટેમ્બર પછી જૂની બેંકના ચેક માન્ય નહીં રહે અને બેકાર થઈ જશે.

ભારતીય સ્ટેટ બેંકે ગ્રાહકોને કહ્યું છે કે જો તેમણે હજી સુધી SBIની નવી ચેકબુક માટે અરજી ન કરી હોય તો તરત કરી દો કારણ કે જુની ચેકબુકદ અને IFS કોડ 30 સપ્ટેમ્બર પછી અમાન્ય થઈ જશે. સ્ટેટ બેંકે ગ્રાહકોને વિનંતી કરી છે કે નવી ચેકબુક માટે ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ કે પછી એટીએમમાં જઈને અરજી કરો.

નોંધનીય છે કે 1 એપ્રિલ, 2017થી ભારતીય સ્ટેટ બેંકમાં સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેંક ઓફ મૈસુર, સ્ટેટે બેંક ઓફ પતિયાલા, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર અને ભારતીય મહિલા બેંકનો વિલય થઈ ગયો છે.