Nourishing lady Finger is rich with many qualities health And Beauty
  • Home
  • Featured
  • અનેક ગુણોથી ભરપૂર છે ‘ભીંડા’, સ્વાસ્થ્ય તેમજ સુંદરતા માટે બેસ્ટ

અનેક ગુણોથી ભરપૂર છે ‘ભીંડા’, સ્વાસ્થ્ય તેમજ સુંદરતા માટે બેસ્ટ

 | 1:04 pm IST

ભીંડા એ એક શાકભાજી છે. સામાન્ય રીતે ભીંડા ચોમાસાનાં પાછલા મહિનામાં એટલે કે ભાદરવો અને આસો મહિનામાં થતા હતા, પરંતુ કૃષિક્ષેત્રે થયેલી ક્રાંતિના પરિપાકરૂપે ભીંડા બારેમાસ વેચાતા જોવા મળે છે.ભીંડાનો છોડ કદમાં નાનો હોય છે. તેના પાંદડાં થોડાં મોટાં હોય છે આજે અમે તમને જણાવી દઇએ કે ફાઇબર, ફોલેટ, થિયામિન, વિટામીન સી, તાંબા, કેલ્શ્યિમ, પોટેશિયમ, આયરન, મેગ્નેશિયમ, મેંગનીજ અને ફોસ્ફરસ જેવા પૌષ્ટિક તત્વ રહેલા છે.

ભીંડામાંથી નીકળનારું ચીકણું પદાર્થ અનેક રોગોને સારા કરવામાં મદદરૂપ છે. તેને ખાવાથી ભૂખમાં વધારો થાય છે. જેથી તેને પૌષ્ટિક શાક માનવામાં આવે છે. ખાસ કરીને ઘણા લોકોને ખબર હશે કે તેનું માત્ર શાક બનાવી શકાય છે. પરંતુ હર્બલ એક્ષપર્ટ તેને અનેક રોગોના ઇલાજ માટે પ્રયોગ કરે છે.

આ છે ભીંડાના ફાયદાઓ

– ભીંડાનું નિયમિત રીતે સેવન કરવાથી આંતરડામાં રહેલા ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ મળે છે.

– તેનાથી આંતરડા પહેલા કરતા વધારે યોગ્ય રીતે કામ કરે છે અને તેની કામ કરવાની ક્ષમતા વધી જાય છે.

– તેનાથી કોલન કેન્સરનો ખતરો ઓછો થઇ જાય છે.

– મગજને વધારે સક્રિય કરવા માટે ભીંડાનું સેવન કરવું ખૂબ લાભદાયી હોય છે.

– ભીંડામાં રહેલા ફોલેટ અને વિટામીન બી મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

– તેના સેવનથી વાળ કાળા અને મજબૂત બને છે.

– એટલું જ નહીં વાળમાં રહેલા ખોડાની સમસ્યા પણ દૂર થઇ શકે છે.

– તેના માટે તમે ભીંડાને નાના ટૂકડામાં કટ કરી લો અને તેમા અડધું લીંબુ નીચવી લો.

– તેને માથું ધોવામાં ઉપયોગમાં લઇ શકો છો જેથી તમારા વાળને ખૂબ ફાયદો થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન