November FPI data infuse rs 19203 crore into indian capital markets
  • Home
  • Business
  • નવેમ્બર મહિનામાં વિદેશી રોકાણમાં થયો વધારો, આંકડો જોઈ તમે પણ ચોંકી જશો

નવેમ્બર મહિનામાં વિદેશી રોકાણમાં થયો વધારો, આંકડો જોઈ તમે પણ ચોંકી જશો

 | 4:11 pm IST

એક તરફ દેશ આર્થિક મંદીના ચક્રવ્યૂહમાં ફસાયેલ છે જ્યારે બીજી તરફ થોડા રાહતના સમાચાર આવ્યા છે. નવેમ્બરના વિદેશી રોકાણના આંકડા સામે આવ્યા છે. ડિપોઝિટરીના તાજેતરના આંકડા મુજબ નવેમ્બરમાં શરૂઆતી 15 દિવસોમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો(FPI)એ ઘરેલું મૂડી બજારમાં 19,203 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

રિપોર્ટ મુજબ ગત મહિને એટલે કે ઓક્ટોબરમાં એફપીઆઈએ સ્થાનિક મૂડી બજારમાં 16,464 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જ્યારે સપ્ટેમ્બરથી વાત કરીએ તો એફપીઆઈએ ઘરેલું મૂડી બજારમાં 6,557.8 કરોડ રૂપિયાનું જ રોકાણ કર્યું હતું. આ પહેલા જુલાઈ ઓગસ્ટમાં એફપીઆઈમાં વેચવાલી જોવા મળી હતી. શેરોમાં શુદ્ધ રીતે વિદેશી રોકાણકારોએ 14,435.6 કરોડ રૂપિયા રોકાણ કર્યું છે. જ્યારે એકથી 15 નવેમ્બર દરમિયાન ઋણ અથવા બોન્ડ માર્કેટમાં રોકાણકારોનું ચોખ્ખું રોકાણ 4,767.18 કરોડ રૂપિયા રહ્યું છે. આ રીતે તેમનું કુલ ચોખ્ખું રોકાણ 19,202.7 કરોડ રૂપિયા રહ્યું છે.

સકારાત્મક ઘરેલું અને વૈશ્વિક સંકેતોને પગલે વિદેશી રોકાણકારોનો ભારતીય બજારોમાં રસ વધ્યો છે. ઉપરાંત વૈશ્વિક સ્તરે ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર જલ્દી સમાપ્ત થશે એવા સંકેતોને પગલે પણ વિદેશી રોકાણકારોએ ભારતમાં રોકાણ વધાર્યું છે. આપને જણાવી દઈએ કે જ્યારે આંતરરાષ્ટ્રીય રોકાણકાર બીજા દેશના એન્ટરપ્રાઇઝના એટલે કે નાણાકીય સંપત્તિના નિષ્ક્રીય હોલ્ડિંગમાં રોકાણ કરે છે, ત્યારે તે એફપીઆઈ તરીકે ઓળખાય છે.

આ વીડિયો પણ જુઓ: સુરેન્દ્ગનગરમાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં હોબાળો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન