હવે ગાય-ભેંસ માટે પણ આવે છે, આધાર કાર્ડ - Sandesh
NIFTY 10,426.85 +5.45  |  SENSEX 33,856.78 +-61.16  |  USD 64.8900 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Uncategorized
  • હવે ગાય-ભેંસ માટે પણ આવે છે, આધાર કાર્ડ

હવે ગાય-ભેંસ માટે પણ આવે છે, આધાર કાર્ડ

 | 7:01 pm IST

હાલમાં આધાર કાર્ડને લિન્ક કરાવવાનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ સાથે કેન્દ્ર સરકાર દૂધાળું ગાયો અને ભેંસો માટે પણ 12 આંકડામાં વિશિષ્ટ ઓળખ નંબર આપવાની શરૂઆત કરનાર છે. તેનાથી દૂધાળું ગાયો અને ભેંસોની ઓળખ સરળ બનશે તેમજ દૂધના ઉત્પાદનમાં પણ વધારો થશે.

આ માટે નવ કરોડ જેટલા દૂધાળું ઢોરઢાંખરની ઓળખ માટે રૂ. 148 કરોડની ફાળવણી કરાઈ છે. કૃષિપ્રધાન રાધામોહનસિંહે લોકસભામાં આ માહિતી આપી હતી. હિના ગાવિત અને પી. આર. સુંદરમના પ્રશ્નના લેખિત જવાબમાં કૃષિપ્રધાને જણાવ્યું હતું કે તેનાથી પશુઓના વૈજ્ઞાનિક પ્રજજન, રોગચાળાના ફેલાવા પર કાબુ મેળવવા તથા દૂધ ઉત્પાદનના વેપારમાં વધારો કરવાનો ઉદ્દેશ સિદ્ધ કરી શકાશે.

રાધામોહને વધુમાં જણાવ્યું હતું કે નેશનલ એનિમલ પ્રોડક્ટિવિટી મિશનના પેટા કાર્યક્રમ પશુ સંજીવની હેઠળ પશુ આધાર યોજનાનો અમલ કરાઈ રહ્યો છે. આની ટેકનોલોજીના સંદર્ભમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે અગાઉથી જ પશુ આરોગ્ય તેમજ ઉત્પાદનને લગતી માહિતી નેટવર્ક (આઈએનએપીએચ)નો વિકાસ કર્યો છે. આ માટે 12 આંકડાની વિશિષ્ટ ઓળખ સાથેના પોલીયૂરિથિન ટેગનો ઉપયોગ કરાઈ રહ્યો છે.

કૃષિપ્રધાને જણાવ્યું હતું પોલીયૂરિથિન ટેગની કિંમત રૂ. આઠથી રૂ. 12 હોઈ શકે છે. આ માટે રૂ. 148 કરોડની ફાળવણી કરાઈ છે અને રાજ્યોને કેન્દ્રના ભાગના રૂ. 75 કરોડ અગાઉથી આપી દેવાયા છે.