બેંક ખાતા અને મોબાઈલ પછી હવે `ઘર’ને પણ કરાવવું પડશે આધાર લીન્ક - Sandesh
  • Home
  • India
  • બેંક ખાતા અને મોબાઈલ પછી હવે `ઘર’ને પણ કરાવવું પડશે આધાર લીન્ક

બેંક ખાતા અને મોબાઈલ પછી હવે `ઘર’ને પણ કરાવવું પડશે આધાર લીન્ક

 | 7:31 pm IST

કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે બધા જ જરૂરી દસ્તાવેજો સાથે આધાર કાર્ડ સાથે લીન્ક કરવાની કવાયત હાથ ધરી છે. મોબાઈન ફોન અને બેન્ક ખાતા પછી ઘરને પણ આધાર સાથે લીન્ક કરવામાં આવનાર છે. કેન્દ્રના આવાસ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપ પુરીએ આ અંગેના અણસાર આપ્યા છે.

એક ઈન્ટરવ્યૂમાં હરદીપ પુરીએ જણાવ્યું હતું કે કાળા નાણા પર અંકુશ મેળવવા માટે આ પગલું ઉગામી શકાય છે. આમ કરાશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. મિલકતને આધાર કાર્ડ સાથે લીન્ક કરવાથી કાળા નાણા પણ અંકુશ મેળવવામાં મદદ મળી રહેશે.

કેન્દ્રના આવાસ  અને શહેરી વિકાસપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે મિલકતોને આધાર કાર્ડ સાથે જોડવાનો વિચાર સારો છે. જોકે તેઓ હાલમાં આ અંગેની કોઈ જાહેરાત કરતાં નથી. જ્યારે આપણે બેન્ક ખાતાને આધાર સાથે જોડી રહ્યા છીએ ત્યારે મિલકતોની બાબતમાં પણ આમ કરી શકાય છે.

રિયલ એસ્ટેટને આધાર કાર્ડ સાથે લીન્ક કરવા અંગે ચણભણાટ શરૂ થઈ ગયો છે, પરંતુ તેની જાહેરાત કરાઈ નથી. વર્તમાન સમયમાં બે તારીખ ખાસ યાદ રાખવા જેવી છે. આ છે 31 ડિસેમ્બર અને છ ફેબ્રુઆરી.

31 ડિસેમ્બર બેન્ક ખાતાને અને છ ફેબ્રુઆરી સુધીમાં મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લીંક કરવાની અંતિમ તારીખ છે. બેન્ક ખાતા ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડ, વીમા પોલિસી સહિતના અન્ય દસ્તાવેજોને પણ આધાર કાર્ડ સાથે લીન્ક કરવાના છે.

આ તારીખો સુધીમાં આધાર કાર્ડ લીન્ક નહીં કરાય તો બેન્ક ખાતા અને મોબાઈલ ફોનના સંચાલનમાં સમસ્યા નડી શકે છે. .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન