હેલ્મેટમાં ગરમી નહીં લાગે, હવે હશે એસી - Sandesh
  • Home
  • Technology
  • હેલ્મેટમાં ગરમી નહીં લાગે, હવે હશે એસી

હેલ્મેટમાં ગરમી નહીં લાગે, હવે હશે એસી

 | 11:59 am IST

હેલ્મેટમાં ગરમી લાગતી હોવાથી અનેક બાઈકસવાર તે પહેરતાં નથી. અલબત્ત હૈદરાબાદના 22 વર્ષના મિકેનિકલ એન્જિનિયર કૌસ્તુભ કાર્ડિન્ય, શ્રીકાંત કોમ્મુલા અને આનંદકુમાર ટૂંકમાં એસી હેલ્મેટ લઈ આવનાર છે.

2016માં એન્જિનિયરની પરીક્ષા પાસ કરનારા ત્રણેય જણાંએ ઈન્ડસ્ટ્રિયલ એસી હેલ્મેટનો વિકાસ કર્યો છે. હવે તેનો ઉપયોગ પણ કરાઈ રહ્યો છે. હવે તેઓ બાઈકચાલકો માટે એસી હેલ્મેટ તૈયાર કરી રહ્યા છે. ઈન્ડસ્ટ્રિયલ હેલ્મેટની કિંમત રૂ. 5,000 છે અને તેની બેટરીની આવરદા 2થી 4 કલાક છે. 4-8 કલાકના બેટરી બેકઅપ સાથેના હેલ્મેટનો ભાવ રૂ. 5,500 છે.

ત્રણેય મિત્રોએ સાથે મળી સ્ટાર્ટ અપનો આરંભ કર્યો છે અને તેમને તેલંગણા સરકાર પણ સપોર્ટ કરે છે. ઈન્ડસ્ટ્રિયલ હેલ્મેટ ખરીદવા માટે ઈન્ડિયન નેવી અને તાતા મોટર્સે રસ દાખવ્યો છે. કૌસ્તભુએ જણાવ્યું હતું કે માર્ચ સુધીમાં દર મહિને એક હજાર હેલ્મેટ તૈયાર કરવામાં આવશે. કંપનીના સીઈઓ જાર્શે જણાવ્યું હતું કે અમે ટૂંકમાં હૈદરાબાદ ટ્રાફિકને 20 હેલ્મેટ ભેટ કરીશું.