NIFTY 10,166.60 +48.55  |  SENSEX 32,942.34 +181.90  |  USD 65.3500 +0.14
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • હવે ટૂંક સમયમાં રેલવેની એપ્સ પરથી બુક કરાવી શકાશે ફ્લાઇટની ટિકિટ

હવે ટૂંક સમયમાં રેલવેની એપ્સ પરથી બુક કરાવી શકાશે ફ્લાઇટની ટિકિટ

 | 10:08 pm IST

રેલવેતંત્ર દ્વારા 7 કરોડના ખર્ચે ઇન્ટિગ્રેટેડ એપ્સ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે પુરજોશમાં.

ટૂંક સમયમાં રેલવેની એપ્સ પરથી ફ્લાઇટ ટિકિટ પણ બુક કરાવી શકાશે. આ માટે રેલવેતંત્ર દ્વારા સાત કરોડના ખર્ચે ઇન્ટિગ્રેટેડ એપ્સ તૈયાર કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. રેલવેના CRIS વિભાગ દ્વારા તૈયાર થનારી એપ્સ રેલવેતંત્ર દ્વારા આ સપ્તાહમાં લોંચ કરાશે. આ એપ્સ પરથી ફ્લાઇટ અને ટ્રેનની ટિકિટ સાથે રિટાયરિંગ રૃમ તેમજ ફૂડ માટે પણ ઓર્ડર બુક કરાવી શકશે. આ ઇન્ટિગ્રેટેડ એપ્સ બાબતે રેલવેતંત્રએ વર્ષ 2016-17ના બજેટમાં જાહેરાત કરી હતી.
દિનપ્રતિદિન મોબાઇલ અને ઇન્ટરનેટને લઇને હવે ઓનલાઇન ખરીદીનું ચલણ વધી ગયું છે. કપડાં, સૂઝ, મોબાઇલ, ઘડિયાળ સહિતની વસ્તુઓની ઓનલાઇન ખરીદીનો ટ્રેન્ડ ખાસ્સો વધી ગયો છે. એટલું જ નહીં છેલ્લા કેટલાય સમયથી ટ્રેનની ઓનલાઇન ટિકિટ બુક કરાવનારાઓની સંખ્યા ખૂબ જ વધી ગઇ છે. ત્યારે રેલવેતંત્ર દ્વારા હવે મુસાફરોની સવલતને ધ્યાનમાં લઇને રેલવે સ્ટેશનના રિટાયરિંગ રૃમ અને જમવાનું ઓનલાઇન બુક કરવાની સગવડ શરૃ કરાઇ છે. જોકે, હવે તેનાથી એક કદમ આગળ વધીને રેલવેતંત્રએ ટ્રેન ટિકિટ બુક કરવાની સાઇટ પરથી ફ્લાઇટની ટિકિટ બુકિંગ કરવાની સુવિધા શરૃ કરવા તજવીજ હાથ ધરી છે. આ માટે રેલવેના CRIS દ્વારા સાત કરોડના ખર્ચે ઇન્ટિગ્રેટેડ એપ્સ તૈયાર કરવામાં આવી રહી છે. આ એપ્સ સપ્તાહમાં તૈયાર થઇ જશે. તેમજ તેને લોંચ પણ કરી દેવામાં આવશે. આ એપ્સ લોંચ કરાતા ટ્રેન ટિકિટ અને ફેલાઇટ ટિકિટ એકસાથે બુક કરાવી શકાશે. આ ઉપરાંત આ એપ્સ દ્વારા ટેક્સી અને હોટલનું બુકિંગ પણ કરાવી શકાશે.