Now an online test for overseas students, GTU took the final exam a big decision
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • GTUએ ફાઇનલ પરીક્ષાની તારીખ તો જાહેર કરી, પણ પરપ્રાંતના વિદ્યાર્થી માટે લેવાયો મોટો નિર્ણય, જાણો કેવી રીતે આપશે

GTUએ ફાઇનલ પરીક્ષાની તારીખ તો જાહેર કરી, પણ પરપ્રાંતના વિદ્યાર્થી માટે લેવાયો મોટો નિર્ણય, જાણો કેવી રીતે આપશે

 | 7:49 am IST
  • Share

જીટીયુએ ૨૫મી જૂનથી ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા જાહેર તો કરી દીધી પરંતુ પરપ્રાંતના અને વિદેશમાં રહેતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા કેવી રીતે આવશે ? આ મુદ્દાને ‘સંદેશ’માં તા.૩૦-૫ના રોજ વાચા આપવામાં આવી હતી તેને ગંભીરતાથી લઈને શિક્ષણ વિભાગે આજે પરિપત્ર કરીને આવા વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન પરીક્ષા લેવા આદેશ કર્યો છે.

શિક્ષણ વિભાગે આજે કરેલા પરિપત્રમાં સ્પષ્ટ કર્યું છે કે લોકડાઉનના લીધે કેટલાય વિદ્યાર્થીઓ અન્ય જિલ્લા-રાજ્યમાં તથા વિદેશ પોતાના વતનમાં જતા રહ્યાં છે. જો તેમને ફક્ત પરીક્ષા માટે જ પરત બોલાવવામાં આવે તો અસુવિધા પડે. માત્ર પરીક્ષા માટે મૂવમેન્ટ કરવી ન પડે તેથી વિદેશી વિદ્યાર્થીઓની પરીક્ષા ઓનલાઇન યોજવાની રહેશે.

અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ ઓનલાઇન યોજી શકાય. વધુમાં કેટલીક યુનિવર્સિટીઓ જેવી કે જીટીયુ, ગુજરાત યુનિવર્સિટી વગેરેમાં સમગ્ર રાજ્યમાંથી વિદ્યાર્થીઓ આવે છે અને તેઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. આવા વિદ્યાર્થીઓ માટે પણ યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓની સુવિધા તથા સ્વાસ્થ્યરક્ષા માટે ગુજરાતમાં દરેક જિલ્લાકક્ષાએ પરીક્ષા કેન્દ્ર રાખવાનું આયોજન કરવાનું રહેશે.

ઈન્ટરમીડિયેટ સેમેસ્ટર-૨-૪-૬ના વિદ્યાર્થીઓને મેરિટ બેઝડ પ્રોગ્રેસન આપવાનું હોય પરીક્ષા ફી આગામી સેમેસ્ટરની પરીક્ષા ફી તરીકે મજરે આપવાની રહેશે. કેટલાક વિદ્યાર્થીઓ કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા હોય કે પરીક્ષાના દિવસે કોવિડના લક્ષણો દેખાય કે કોરોના સંક્રમિત હોય કે અન્ય કારણોસર પરીક્ષા કેન્દ્ર સુધી આવી શકે તેમ ન હોય તો ફક્ત આવા વિદ્યાર્થીઓ માટે ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં ખાસ પરીક્ષા યોજવાની રહેશે. જેના માર્ક રેગ્યુલર માર્ક તરીકે માર્કશીટમાં દર્શાવવામાં આવશે.

પ્રવેશ પ્રક્રિયા અને શૈક્ષણિક કાર્ય અંગે સૂચના  

  • કોલેજ કે યુનિવર્સિટીમાં જુદા જુદા કોર્સમાં પ્રવેશના ફોર્મ મેળવવા, ફોર્મ જે તે કેન્દ્ર પર જમા કરવા, તેની સાથે રજૂ કરવાના થતા દાખલા, દસ્તાવેજો, પ્રવેશ ફી વગેરે તમામ પ્રક્રિયા ઓનલાઇન કરવાની રહેશે. પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફિઝિકલ વેરિફિકેશન કરવાનું રહેશે.

  • જે વિદ્યાર્થી ફિઝિકલ પરીક્ષા આપવાના છે તેમની હોલ ટિકિટ પણ કોલેજ કે યુનિવર્સિટીએ ઓનલાઇન આપવાની રહેશે.

  • સેમેસ્ટર-૩-૫-૭નું શૈક્ષણિક કાર્ય તા.૨૧-૬થી ઓનલાઇન પદ્વતિથી કરવાનું રહેશે અને તેને ચુસ્તપણે અનુસરવાનું રહેશે. સરકાર તરફથી અન્ય સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી ફિઝિકલ ક્લાસિસ શરૂ ન થાય તેની ખાસ કાળજી તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓએ રાખવાની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન