હવે કદી કામથી કંટાળતો જ નથી, કારણ કે...! - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.1200 +0.12
1.6M
1M
1.7M
APPS

હવે કદી કામથી કંટાળતો જ નથી, કારણ કે…!

 | 1:15 am IST

સલમાન ખાન ટાઈગર ઝિન્દા હૈના પ્રમોશન માટેના અભિયાન દરમિયાન કેટરિનાનું એના જીવનમાં શું સ્થાન છે એ સમજાવવા માટે વાત કરી રહ્યો હતો. એને સિનેજગતનો બિગેસ્ટ સ્ટાર કહેવામાં આવતાં જ તેણે કહ્યું, તમે કેટલા સારા છો! થેન્કયુ મને બિગેસ્ટ સ્ટાર કહેવા બદલ, પરંતુ દોસ્ત મોટા સ્ટાર તો શાહરૂખ ખાન અને આમિર ખાન છે. એ બંને કેટલા લાંબા સમયથી સિનેજગત પર પોતાનું એકચક્રી શાસન ચલાવી રહ્યા છે!

એક સમયે હું બધા પાસે કામ માગતો હતો

એક સમય હતો જ્યારે હું લોકો પાસે કામ માગતો હતો, બીજું કામ ન મળે તો મોડેલિંગ કરતો હતો. મને ઘણા લોકોએ કહ્યું હતું કે તમારે અભિનેતા બનવાની જરૂર છે, પરંતુ માનશો, મને કોઈ દિગ્દર્શક કામ આપવા જ તૈયાર નહોતા થતા. પછી સંજોગોવશાત મૈંને પ્યાર કિયામાં હીરોની ભૂમિકા મળી ગઈ. બસ, એ પછી તો જાણે મારી દુનિયા જ બદલાઈ ગઈ.

પછી એને કામ મળ્યું જ નહીં

મોહનિશ બહલને પછી કદી એવું ભરપૂર કામ મળ્યું જ નહીં. એ જોઈને મેં ગાંઠ વાળી લીધી છે કે કામ મળતું હોય તો જરાય ફરિયાદ નહીં કરવાની. એટલે આજે હું જરાય કંટાળતો નથી. મારું કામ મારી સૌથી પહેલી પ્રાથમિકતા હોય છે. બાકીના બધા જ કામ પછી. મારું અભિનયનું, ફિલ્મનું કામ પહેલું. એક સમય એવો હતો કે જ્યારે મેં બકવાસ ફિલ્મો કરી. એ વખતે મારી પાસે બકવાસ પટકથાઓ આવતી હતી. અને હું કામને ના પાડતો નહોતો. મારા દોસ્તો કદાચ મારી આ નબળાઈ જાણી ગયા હતા, એટલે એ લોકો કોઈ ને કોઈ ફિલ્મનો પ્રોજેક્ટ લઈને આવી જતા અને હું એમને ના પાડી શકતો જ નહોતો.

પછી ટાઈગરે મને સાચી સલાહ આપી

આવી ઘણી ફિલ્મો પછી મારી વેલ્યૂ ઓછી થવા લાગી અને પ્રેક્ષકો મને જોવાનું ટાળવા લાગ્યા ત્યારે ટાઈગર(સલિમ ખાન)એ મને સમજાવ્યું કે યાર, તંુ ફિલ્મનો હીરો છે. લોકો પૈસા ખર્ચીને તને જોવા આવે છે. એમને એમના પૈસાના બદલામાં મનોરંજન મળવું જ જોઈએ. તારું પાત્ર તારા ચાહકોની બધી અપેક્ષાઓ સંતોષે એવું હોવું જ જોઈએ. જો એવું ન હોય તો ફિલ્મ નહીં કરવાની. ગમે તેવો દોસ્ત હોય, ફિલ્મમાં અભિનય કરવો એ તારું પ્રોફેશન છે. એમાં તું તારા દોસ્તોને નહીં, તારા પ્રેક્ષકોને વફાદાર રહીશ તો જ લાંબો સમય ચાલી શકીશ! બસ, આ વાત મેં બરાબર મનમાં ગાંઠ વાળીને બાંધી દીધી. આજે પણ હું કોઈપણ ફિલ્મ સાઈન કરતી વખતે આ વાતનો ખ્યાલ રાખું છું. બધા ગણતરી કર્યા પછી પણ ફિલ્મ કોઈ કારણસર ધાર્યા પ્રમાણેની ન બને અને ફ્લોપ જાય એ જુદી વાત છે, પરંતુ પટકથા જ બકવાસ હોય, એમાં હીરોની ભૂમિકા જ ઠેકાણા વગરની હોય, છતાં એવી ફિલ્મ કરવી એ જુદી વાત છે.

પ્રયોગાત્મક ભૂમિકા પણ મનોરંજક હોવી જોઈએ

હીરો તરીકેની ઈમેજના કારણે પ્રયોગાત્મક ભૂમિકાઓ ન કરી શકાય એવું બન્યું છે ખરું? એવું પૂછતાં સલમાન પ્રમાણિકતાથી કહે, ના! મને તો એવું કદી નથી લાગ્યું. તમારી ભૂમિકા પ્રયોગાત્મક હોઈ શકે, પરંતુ પ્રેક્ષકોને જોઈએ છે એ થ્રીલ, મનોરંજન, હાસ્ય, પ્રેમના ગલગલિયાં વગેરે મળી રહેતા હોય તો પ્રયોગ પણ સફળ જ થાય.

કામથી કંટાળવાનું શું?

કામથી કંટાળો નથી આવતો? એવા સવાલના જવાબમાં એ ખૂબ જ સાદગી અને પ્રમાણિકતાથી કહે છે. મારા જીવનમાં એક પ્રસંગ એવો બની ગયો છે કે હું કદી કામથી કંટાળતો નથી. મારો એક ખૂબ સારો મિત્ર હતો. હું મોડેલિંગ કરતો િઅને દિગ્દર્શકો પાસે કામ મેળવવા માટે આંટાફેરા કરતો હતો. એ સમયે તેની પાસે ખૂબ કામ હતું એ ફિલ્મોમાં હીરો તરીકે આવતો હતો. અમે જ્યારે મળતા તો એ ફરિયાદ કરો તો હતો કે યાર કામ કામ ને કામથી હવે કંટાળી ગયો છું. મને થાય છે કે આ કામથી થોડોક સમય છુટકારો મળે તો કેવું સારું! પછી સંજોગવશાત એની ફિલ્મ મૈં તેરી બાહોં મેં ફ્લોપ ગઈ. એ પછી ફિલ્મસર્જકોએ તેને કામ આપવાનું ઓછું કરવા માંડયું અને પછી બંધ કરી દીધું. એ જોતજોતામાં સાવ નવરો થઈ ગયો. આજ પણ એ કામ શોધી રહ્યો છે. એ મિત્રનું નામ છે, મોહનિશ બહલ. એણે મારી પહેલી ફિલ્મ મૈંને પ્યાર કિયામાં મુખ્ય વિલનની ભૂમિકા ભજવી હતી.