Now Employees Can Go On Foreign Trip But Government Will Decide The Visiting Countries Name
  • Home
  • Business
  • LTCથી થઈ શકશે વિદેશ પ્રવાસ, પણ ક્યાં જવું તેનો નિર્ણય સરકાર કરશે

LTCથી થઈ શકશે વિદેશ પ્રવાસ, પણ ક્યાં જવું તેનો નિર્ણય સરકાર કરશે

 | 3:47 pm IST

તહેવારોમાં લાખો કેન્દ્રીય અધિકારીઓને મોદી સરકાર તરફથી મોટી ભેટ મળી શકે છે. કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓના માટે LTCની હેઠળ વિદેશ પ્રવાસ માટેનો રસ્તો મોકળો કરી રહ્યું છે. સરકાર તરફથી લાંબો વિચાર કર્યા પછી આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી શકે છે. 2019ની લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર મધ્યમ વર્ગના મતદાતાઓને મનાવવા માટે મોટી રાહત આપી શકે છે. જો કે કેન્દ્રીય કર્મચારી ક્યાં-ક્યાં દેશમાં જઈ શકે છે તેનો નિર્ણય સરકાર લેશે.

આ મામલે શરૂઆતમાં સરકાર તરફથી દસ દેશોમાં ફરવાની પરવાનગી આપી શકે છે. ડીઓપીટીના અનુસાર, આ સુવિધા ક્યારથી અને ક્યાં દેશોને મળશે તેનો નિર્ણય પીએમ મોદીના નિર્દેશ પછી જ લેવામાં આવશે. સૂત્રો કે અનુસાર, વિદેશ મંત્રાલય અને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ(ડીઓપીટી)ને સંયુક્ત રીતે મળીને આ પ્રસ્તાવ તૈયાર કર્યો છે.

વિદેશ મંત્રાલયના અનુસાર, આ રજુઆત પછી લાખો કર્મચારીઓ પોતાના પરિવાર સાથે એવા દેશોની મુલાકાત કરી શકશે જેના સંબંધ ભારત સાથે મજબૂત હશે. અત્રે નોંધનીય છેકે, દેશમાં આશરે 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ ફરવા માટેની રજા અને વ્યાજ રહિત એડવાન્સ નાણાં આપવાની સુવિધા કરવામાં આવી છે. હાલમાં પરિવાર સાથે દેશની અંદર જ ફરી શકે છે.

કેન્દ્રીય કર્મચારીઓને હવે LTC હેઠળ દૈનિક ભથ્થું મળશે નહીં. LTC હેઠળ કર્મચારીઓને ટિકિટના પૈસા પાછા મળતાં રહેતા હોય છે. ડીઓપીટીએ આ અંગે ફરી એક વખત કહ્યું છે કે, સ્થાનિક યાત્રાઓ પર કરવામાં આવેલ ખર્ચ અને કોઈ ઇમરજન્સી ખર્ચને LTC હેઠળ સ્વીકાર કરવામાં આવશે નહીં.