હવે Whatsappના મેસેજ કલાક પછી પણ થશે 'delete' ! - Sandesh
NIFTY 10,421.40 +194.55  |  SENSEX 33,917.94 +610.80  |  USD 65.0350 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • હવે Whatsappના મેસેજ કલાક પછી પણ થશે ‘delete’ !

હવે Whatsappના મેસેજ કલાક પછી પણ થશે ‘delete’ !

 | 2:19 pm IST

થોડા સમય પહેલા થઇ રહેલી માગને ધ્યાનમાં રાખતા Whatsappએ તેના ફીચર ‘ડીલીટ ફોર એવરીવન’ને અપડેટ કરી શકે છે. આ અપડેશન પછી વોટ્સએપ ગ્રાહકો 4,096 સેકન્ડ એટલેકે 68 મિનીટ 16 સેકન્ડ પછી પણ મોકલેલો મેસેજ ડીલીટ કરી શકો છે. હાલમાં ગ્રાહકોને ફક્ત 7 મિનીટનો ટાઈમ મળે છે.

કંપનીએ ગયા વર્ષે વોટ્સએપમાં એક નવું ફીચર ઉમેર્યું હતું જેમાં તમે મોકલેલા મેસેજ ડીલીટ કરી શકો. પરંતુ હાલમાં અમુક રીપોર્ટસ એવી પણ આવી રહી છે કે આ ફીચરનો પણ તોડ છે. મેસેજ ડીલીટ કર્યા પછી પણ જે મેસેજ આવે છે તેને તે ફોનમાં સેવ કરી શકે છે.

હાલમાં નવું અપડેટ વોટ્સએપના 2.18.69 બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે. સામાન્ય વપરાશકર્તાઓને થોડો ટાઈમ વધારે રાહ જોવી પડશે. જાણવા મળી રહ્યું છે કે વોટ્સએપમાં પણ ટૂંક સમયમાં મેસેજ લોકિંગ અને સ્ટીકર પૈક સાઈઝ ડિસ્પ્લેની પણ અપડેટ આવવાની છે.