Now Facebook Messenger will give bank account details
NIFTY 11,438.40 +82.65  |  SENSEX 37,875.20 +230.30  |  USD 69.8525 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • …તો ફેસબુક મેસેન્જરમાં પણ મળી શકશે બેંક એકાઉન્ટની માહિતી

…તો ફેસબુક મેસેન્જરમાં પણ મળી શકશે બેંક એકાઉન્ટની માહિતી

 | 2:47 pm IST

ફેસબુકના ઈન્સ્ટંટ મેસેજિંગ એપ વોટ્સએપમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે ટેસ્ટિંગ ચાલુ છે. કંપની સતત ભારત સરકાર સાથે આ મામલે વાતચીત કરી રહી છે. જેથી તેને જલ્દી જ શરૂ કરવામાં આવશે. જોકે, હજી આ મામલે હજી સમસ્યાઓ છે. બીજી તરફ નવા સમાચાર મળ્યા છે કે, હવે મેસેન્જરમાં પણ કેટલીક બેન્કિંગ સર્વિસ આપવાની તૈયારી ચાલી રહી છે.

વોલ સ્ટ્રીટ જનરલની એક રિપોર્ટ અનુસાર, ફેસબુક મેસેન્જર ફાઈનાન્શિયલ સર્વિસ પણ આપશે. રિપોર્ટમાં કહેવાયું છે કે, ફેસબુક જેપી મોર્ગન, સિટી ગ્રૂપ, વેલ્સ ફાર્ગી અને યુએસ બૈનકોર્પને મેસેન્જરમાં બેંક એકાઉન્ટ સાથે જોડાયેલી જાણકારી આપવા માટે શરૂઆતી પાર્ટનર્સ બનાવવાની તૈયારી કરી છે. આ ફીચર અંતર્ગત યુઝર્સ પોતાના બેંક એકાઉન્ટની જાણકારી મેળવી શકે છે. અહીંથી ડિટેઈલ્ડ ઈન્ફોર્મેશન પણ કલેક્ટ કરી શકાય છે.

ફેસબુક પ્રવક્તા એલિઝાબેથ ડાયનાએ જનરલને જણાવ્યું કે, બીજી ઓનલાઈન કંપનીઓની જેમ આપણે પણ ફાઈનાન્શિયલ સંસ્થાઓ સાથે હંમેશા વાતચીત કરીએ છીએ, અને તેનો હેતુ લોકોનો આર્થિક અનુભવ વધુ સારો બનાવવો છે, જેથી તેમને વધુ સારી કસ્ટમર સર્વિસ આપી શકાય.

તેમણે એમ પણ કહ્યું કે, અમે જાહેરાતો માટે બેંક કે ક્રેડિટ કાર્ડ કંપનીઓથી ખરીદેલા ડેટા નથી યૂઝ કરતા. કોઈ પણ બેંક અથવા આર્થિક સંસ્થાનો સાથે અમારી પાર્ટનરશિપ પણ નથી, જે અંતર્ગત અમે કસ્ટમરનો ખરીદ ડેટા જાહેરાત માટે ઉપયોગ કરી શકીએ.

ઉલ્લેખનીય છે કે, ફેસબુક ઓનલાઈન પેમેન્ટ કંપની પેપલની સાથે મળીને 40 દેશોમા યુઝર્સને ફેસબુક મેસેન્જર દ્વારા ખરીદીની રિસીપ્ટ આપે છે. એટલું જ નહિ, અનેક દેશોમાં ફેસબુક મેસેન્જર પર પેમેન્ટ સર્વિસની પણ શરૂઆત થઈ ચૂકી છે.