Now failed 12th Science student will give exam in old syllabus
  • Home
  • Ahmedabad
  • ધો.12 સાયન્સના જુલાઈમાં નાપાસ વિદ્યાર્થીઓ માટે સરકારે કર્યો આ મોટો નિર્ણય

ધો.12 સાયન્સના જુલાઈમાં નાપાસ વિદ્યાર્થીઓ માટે સરકારે કર્યો આ મોટો નિર્ણય

 | 7:25 pm IST

ધોરણ 12 સાયન્સની જુલાઈમાં લેવાયેલી પૂરક પરીક્ષામાં નાપાસ થયેલાં વિદ્યાર્થીઓની માર્ચ-2020માં જૂના અભ્યાસક્રમ પ્રમાણે બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. આ સિવાય જે વિદ્યાર્થી પાસ થયા છે, પરંતુ માર્કશીટ જમા કરાવીને તમામ વિષયની પરીક્ષા આપવી હશે તેવા વિદ્યાર્થીઓની પણ જૂના અભ્યાસક્રમ પ્રમાણે પરીક્ષા લેવામાં આવશે. બીજી તરફ સેમેસ્ટર સિસ્ટમવાળા વિદ્યાર્થીઓને અનેક તક આપવા છતાં નાપાસ થયા છે તેવા વિદ્યાર્થીઓએ હવે આગામી વર્ષમાં નવા અભ્યાસક્રમ પ્રમાણે પરીક્ષા આપવી પડશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ વર્ષની બોર્ડની પરીક્ષામાં સાયન્સમાં કુલ ત્રણ વિભાગમાં પરીક્ષા લીધી હતી. જેમાં બદલાયેલાં નવા અભ્યાસક્રમ પ્રમાણે, જૂના અભ્યાસક્રમ પ્રમાણે અને સેમેસ્ટર સિસ્ટમ પ્રમાણે પરીક્ષા લીધી હતી. જેથી હવે પછી સેમેસ્ટર સિસ્ટમ પ્રમાણે પરીક્ષા લેવામાં નહીં આવે. પરંતુ જુલાઈની પૂરક પરીક્ષામાં જૂના અભ્યાસક્રમ પ્રમાણે જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી પરંતુ નાપાસ થયા છે તેવા વિદ્યાર્થીઓએ વર્ષ 2020ની બોર્ડની પરીક્ષામાં જૂના અભ્યાસક્રમ પ્રમાણે પરીક્ષા આપવાની તક મળશે.

જુઓ આ વીડિયો પણ…

દાહોદમાં સ્કૂલની શાળાની છત પડતા 4 વિદ્યાર્થી ઘાયલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન