CM Rupani says name chage of Ahmedabad is under considaration
  • Home
  • Ahmedabad
  • હવે પાક્કુ.. અમદાવાદનું નામ બદલીને કરાશે કર્ણાવતી

હવે પાક્કુ.. અમદાવાદનું નામ બદલીને કરાશે કર્ણાવતી

 | 1:17 pm IST

DY CM નીતિન પટેલ બાદ અમદાવાદ ખાતે CM વિજય રૂપાણીએ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાના સંકેત આપ્યા છે. નવાવર્ષે ભદ્રકાળી મંદિરે દર્શનાર્થે આવેલા રૂપાણીએ આ સંકેત આપ્યા હતા. આ સમયે તેમની સાથે તેમના પત્ની અંજલી રૂપાણી પણ હાજર હતા. આ દંપતીએ પહેલા ગાંધીનગરના પંચદેવ મહાદેવના દર્શન કર્યા હતા. દરમિયાન તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં આ વાત જણાવી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વર્ષોથી અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માંગ ચાલી રહી છે. અને તેના પર સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. નામ બદલવાની કાયદેસરની પ્રક્રિયાથી લઈને અન્ય બાબતો પર વિચારણા કરવામાં આવી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે 2019 સુધી અમદાવાદના નામ અંગેનો નિર્ણયની જાહેરાત થઇ શકે છે. તે પછી અમદાવાદને કર્ણાવતી શહેર તરીકે ઓળખ મળશે.

ઉલ્લેખનિય છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફૈઝાબાદનું નામ અયોધ્યા કરવાની જાહેરાત કર્યા બાદ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવા સંકેત આપ્યા હતા કે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી થઈ શકે છે. હવે સીએમ રૂપાણીએ પણ આવા સંકેત આપ્યા છે ત્યારે ચોક્કસ એટલું કહી શકાય કે 2019ની લોકસભાની ચૂંટણી પહેલા આ દિશામાં કોઈ નક્કર પરિણામ આવશે.