મેક્ગ્રાએ આવા અંદાજમાં કરી ટીમ ઇન્ડિયાના બોલિંગ અટેકની પ્રશંસા... - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • મેક્ગ્રાએ આવા અંદાજમાં કરી ટીમ ઇન્ડિયાના બોલિંગ અટેકની પ્રશંસા…

મેક્ગ્રાએ આવા અંદાજમાં કરી ટીમ ઇન્ડિયાના બોલિંગ અટેકની પ્રશંસા…

 | 7:33 pm IST

ભારતીય ક્રિકેટ ટીમની કમજોરી ગણાતી ઝડપી બોલિંગ કેટલાક સમયથી સૌથી મોટી તાકાત બનીને ઊભરી છે. ભારતે સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં પોતાના બોલરોના દમ પર મોટાભાગની મેચ જીતવામાં સફળતા મેળવી હતી. ક્રિકેટના દિગ્ગજો સતત ભારતીય બોલરોની પ્રશંસા કરી રહ્યા છે.

હવે આ લિસ્ટમાં ગ્લેન મેક્ગ્રાનું નામ પણ ઉમેરાયું છે. મેક્ગ્રા સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ દરમિયાન ભારતીય ઝડપી બોલરોના પ્રદર્શનથી પ્રભાવિત થયો હતો અને તેણે આશા વ્યક્ત કરી છે કે, ભારતીય બોલરો ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના આગામી પ્રવાસમાં પણ પોતાની લય જાળવી રાખવામાં સફળ રહેશે.

મેક્ગ્રાએ કહ્યું કે, જો તમે નિયમિતરીતે 20 વિકેટ ન ઝડપો તો ટેસ્ટ મેચ જીતી શકતા નથી. અત્યારે ભારતીય બોલિંગ ઘણી સારી દેખાય છે. ખાસ કરીને ભુવનેશ્વરકુમાર, શમી અને જસપ્રીત બુમરાહે પ્રભાવિત કર્યા છે.

આ ઉપરાંત હાર્દિક પંડયા અને સ્પિનરો પણ તેમને સારો સાથ આપી રહ્યા છે. અંડર-19 ટીમના સ્ટાર કમલેશ નાગરકોટીની પણ પ્રશંસા કરતાં કહ્યું કે, તેણે ન્યૂઝીલેન્ડમાં યોજાયેલા અંડર-19 વર્લ્ડ કપ વખતે તેણે તમામનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.

કમલેશ પાસે નેચરલ ઝડપ છે. તેને આઇપીએલમાં કેકેઆરે સામેલ કર્યો છે જે ટીમ માટે બોનસ છે. ભુવનેશ્વર અને બુમરાહ શરૂઆતની ઓવરોમાં વિકેટ ઝડપે છે અને ડેથ ઓવરોમાં તે રન બચાવવાનું પણ સારી રીતે કરી રહ્યા છે.