NIFTY 9,427.90 -1.55  |  SENSEX 30,464.92 +30.13  |  USD 64.6400 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • હવે સરકાર રેલવે અકસ્માતથી બચાવવાને નામે નાણાં વસૂલશે

હવે સરકાર રેલવે અકસ્માતથી બચાવવાને નામે નાણાં વસૂલશે

 | 2:27 am IST

નવી દિલ્હી, તા. ૧૯

કેંદ્ર સરકાર હવે રેલવેની સામાન્ય શ્રેણીની રેલવે ટિકિટ પર સુરક્ષાકર લાગુ કરવા વિચારી રહી છે. નક્કી થયેલાં રેલવે ભાડાં પર બે ટકા વધારાનો સેફ્ટી ટેક્સ લાગશે. તેનાથી ઊભા થનારાં ભંડોળનો ઉપયોગ રેલવે સુરક્ષા પાછળ થશે. રેલવેના ૯૪ ટકા પ્રવાસી સામાન્ય અર્થાત્ બિનઆરક્ષિત ટિકિટ પર પ્રવાસ ખેડતાં હોય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી એસી-૧ અને એસી-૨ શ્રેણીમાં રેલવેભાડાંમાં ક્રમશઃ વૃદ્ધિ થતી રહી છે, પરંતુ અત્યારસુધી સામાન્ય કક્ષાના અનરિઝર્વ્ડ અને ઉપનગરીય ટ્રેનભાડાંમાં વધારો નથી થયો.

કેન્દ્ર સરકારનાં નિયંત્રણ હેઠળના રેલવે વિભાગ પર હાલમાં રૂપિયા ૩૨ હજાર કરોડનો બોજ છે. રેલવે ઓપરેશનલ કોસ્ટ સૌથી વધુ છે. સેફ્ટી ટેક્સ ઉઘરાવવાની રેલવેની આ નવી પહેલથી વર્તમાન વર્ષમાં જ રૂપિયા ૫,૦૦૦ કરોડની વધારાની આવક થવાની સંભાવના છે. રેલવે સુરક્ષા માટે તેનો ઉપયોગ થશે. વર્ષ ૨૦૧૭નું બજેટ રજૂ કરતી વખતે રેલવેની ચર્ચા કરતાં નાણાપ્રધાને સેફ્ટી ફંડ ઊભું કરવાની વાત કરી હતી.

એક લાખ કરોડનું ખાસ સેફ્ટી ફંડ 

રેલવેપ્રધાન સુરશ પ્રભુનું કહેવું છે કે રેલવે અને પ્રવાસીઓની સુરક્ષા માટે સેફ્ટી ફંડ ઊભું કરવાની જરૂર છે. સામાન્ય જનમાનસ તેમાં મદદ કરશે તેવી આશા પ્રકટ કરી હતી. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે આગામી પાંચ વર્ષમાં એક લાખ કરોડ રૂપિયાનું ખાસ સેફ્ટી ભંડોળ ઊભું કરવા નિર્ણય લીધો છે.

1
;