Now Helmet are not Mandatory in City Areas of Gujarat
  • Home
  • Ahmedabad
  • ગુજરાત સરકારનો સૌથી મહત્વનો નિર્ણય, શહેરી વિસ્તારોમાં હેલ્મેટને લઈ કરી આ મોટી જાહેરાત

ગુજરાત સરકારનો સૌથી મહત્વનો નિર્ણય, શહેરી વિસ્તારોમાં હેલ્મેટને લઈ કરી આ મોટી જાહેરાત

 | 1:31 pm IST

ગુજરાત સહિત દેશભરમાં નવા ટ્રાફિક નિયમો લાગુ થયા બાદ દંડની રકમમાં મસમોટો વધારો કરવામાં આવ્યો હતો. ટ્રાફિકનાં આ દંડની સમગ્ર ગુજરાતમાં ભારે ટીકા અને વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાતની રૂપાણી સરકારે ગુજરાતવાસીઓને રાહત આપતાં મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે. કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જાહેરાત કરતાં કહ્યું કે, હવે શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત નથી. રૂપાણી સરકારની કેબિનેટ બેઠકમા આ નિર્ણય લેવાયો હતો.

ગુજરાતમાં ટ્રાફિકનાં નવા નિયમો અનુસાર હેલ્મેટ ન પહેરવા પર 500 રૂપિયાનો મસમોટો દંડ ફટકારવામાં આવતો હતો. જેના કારણે ગુજરાતવાસીઓનો રોષ ફાટી નીકળ્યો હતો. અને ઠેર-ઠેર તેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે આજે રૂપાણી સરકારે મોટો નિર્ણય કરતાં શહેરી વિસ્તારો ઉપરાંત નગરપાલિકા અને મહાનગરપાલિકામાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપી દીધી છે.

તો ગુજરાત સરકારે આ નિર્ણય કરતાં જ ફરી એકવાર કેન્દ્ર સરકારની સામે ગુજરાત સરકારે નિયમોમાં છૂટછાટ આપી છે. અગાઉ સરકારે અમુક ટ્રાફિક દંડમાં છૂટછાટ આપી હતી. અને હવે શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવામાંથી જ મુક્તિ આપી દીધી છે. ત્યારે કેન્દ્રની મોદી સરકાર ટ્રાફિક એક્સિડેન્ટમાં મોતનો આંકડો ઘટાડવા માટે દંડ લાગુ કર્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારે હવે રૂપાણી સરકાર દ્વારા કરવામાં આવેલો આ નિયમ સૌ ગુજરાતવાસીઓએ આવકાર્યો હતો.

આ વીડિયો પણ જુઓઃ

સત્યાગ્રહ છાવણી પાસેથી 150થી વધુ પરીક્ષાર્થીઓને ડિટેઈન કરાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન