Hong Kong Said To America That Don't Interrupt In Their Internal Matter
  • Home
  • Featured
  • ભારત બાદ હવે હોંગકોંગે પણ અમેરિકાને મોઢા પર ચોપડાવ્યું, આપ્યો જોરદાર જવાબ

ભારત બાદ હવે હોંગકોંગે પણ અમેરિકાને મોઢા પર ચોપડાવ્યું, આપ્યો જોરદાર જવાબ

 | 10:04 pm IST

જમ્મુ-કાશ્મીરને લઇને ભારત-પાકિસ્તાનની વચ્ચે અમેરિકાની મધ્યસ્થાની ઇચ્છાને પીએમ મોદીએ નકારી દીધા બાદ હોંગકોંગે પણ અમેરિકાને ઝાટકો આપ્યો છે. હોંગકોંગમાં ચાલી રહેલા આંદોલનને લઇને અમેરિકાની દખલની ઇચ્છા પર ચેતવણી જાહેર કરતા હોંગકોંગની સરકારે આને પોતાનો આંતરિક મુદ્દો ગણાવ્યો છે.

પીએમ મોદીએ પણ ભારતનાં આંતરિક મુદ્દામાં પડવાની દુુનિયાને ના કહી હતી

ઉલ્લેખનીય છે કે જ્યારે પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત થઇ હતી ત્યારે પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં તેમને કહ્યું હતુ કે, “કાશ્મીર વિવાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચેનો છે. આમાં કોઇ પણ ત્રીજા પક્ષે પડવાની જરૂર નથી, કેમકે બંને દેશ મળીને આ મુદ્દાનું નિરાકરણ લાવવા માટે સક્ષમ છે.” જો કે તેમ છતા એકવાર ફરી અમેરિકાએ મધ્યસ્થતા કરવાનો રાગ આલાપ્યો છે.

 હોંગકોંગનાં નેતાઓએ મંગળવારનાં અમેરિકાને ચેતવણી આપી

ભારત બાદ હોંગકોંગની સરકારે પોતાના ત્યાં ચાલી રહેલા ગતિરોધને આંતરિક મુદ્દો ગણાવતા અમેરિકાને આનાથી દૂર રહેવાની ચેતવણી આપી છે. પ્રદર્શનકારીઓ દ્વારા અમેરિકાથી મદદ માંગ્યા બાદ હોંગકોંગનાં નેતાઓએ મંગળવારનાં સંયુક્ત રાજ્ય અમેરિકાને ચેતવણી આપી છે કે તેઓ શહેરનાં લોકતંત્ર સમર્થક આંદોલન માટે તેમની સરકારની પ્રતિક્રિયા સાથે હસ્તક્ષેપ ના કરે. ઉલ્લેખનીય છે કે આ પહેલા હોંગકોંગમાં લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારીઓએ અમેરિકી કૉન્સ્યૂલેટ જનરલ સુધી રેલી નીકાળી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે મદદની અપીલ કરી. રિપોર્ટ પ્રમાણે કેટલાક પ્રદર્શનકારી બેનર લઇને આવ્યા હતા, જેના પર લખ્યું હતુ, ‘પ્રેસીડેન્ટ ટ્રમ્પ, પ્લીઝ સેવ હોંગકોંગ’ અને ‘મેક હોંગકોંગ ગ્રેટ અગેન’ એટલે કે ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પ કૃપા કરીને હોંગકોંગને ફરી બચાવી લો’ અને ‘હોંગકોંગને ફરી મહાન બનાવો.’

હોંગકોંગમાં પ્રદર્શનકારીઓની એક પ્રમુખ માંગ માની લેવામાં આવ્યા બાદ પણ વિરોધ સતત 14માં અઠવાડિયે ચાલુ છે. ચીન બીજા દેશોને આ મામલે હસ્તક્ષેપ ના કરવાની બરાબર ચેતવણી આપી રહ્યું છે. તેમનું કહેવું છે કે હોંગકોંગની સ્થિતિ તેનો આંતરિક મામલો છે.

આ વિડીયો પણ જુઓ: પીઓકેના એક નાગરિકે દરેક મોરચે પાકિસ્તાનને નિષ્ફળ ગણાવ્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન