Now If Anyone Record Video Of Film In Cinema That May Cost Theme 10 Lakh and 3 Years Of Jail
  • Home
  • Entertainment
  • Bollywood
  • હવે સિનેમાઘરમાં આ કામ કરતા પકડાશો તો થશે 10 લાખનો દંડ અને 3 વર્ષની જેલ

હવે સિનેમાઘરમાં આ કામ કરતા પકડાશો તો થશે 10 લાખનો દંડ અને 3 વર્ષની જેલ

 | 4:16 pm IST

ફિલ્મોની પાયરેસી રોકવા માટે મોદી સરકારે સિનેમેટોગ્રાફી એક્ટ 1952માં બદલાવને મંજૂરી આપી દીધી છે. આ બદલાવ બાદ જો કોઈપણ વ્યક્તિ સિનેમાઘરોમાં ફિલ્મોને રેકૉર્ડ કરતા પકડાશે તો તેના પર 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે. આ ઉપરાંત આરોપીને 3 વર્ષ સુધી જેલ પણ થઇ શકે છે. કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે બુધવારનાં રોજ કેબિનેટનાં આ નિર્ણયની જાણકારી આપી હતી. ફિલ્મની પાયરેસને રોકવા માટે જ સરકારે સિનેમેટોગ્રાફી એક્ટ 1952ને મંજૂરી આપી દીધી છે.

છેલ્લા ઘણા વર્ષોથી ઘણી પાયરેટેડ વેબસાઇટ ઘણી ફિલ્મોને ગેરકાયદેસર રીતે ઇન્ટરનેટ પર નાંખતી આવી છે. જેના કારણે ફિલ્મનાં કલેક્શનમાં ઘણો પ્રભાવ પડે છે. હવે સિનેમેટોગ્રાફી એક્ટ 1952 6એએમાં નવી કલમ જોડવામાં આવશે. ત્યારબાદ કોઇપણ ફિલ્મને વગર પ્રોડ્યૂસર અથવા કંપનીની અનુમતિ વગર રેકૉર્ડ કરવી ગુનો ગણાશે. આવુ કરવા પર આરોપીને 3 વર્ષની સજા અથવા 10 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને ફટકારવામાં આવશે.

સરકારનાં આ સરાહનીય પગલાનું પ્રોડ્યૂસર્સ ગિલ્ડે સ્વાગત કર્યું છે. પ્રોડ્યૂસર ગિલ્ડે નિવેદન જાહેર કરતા લખ્યું, ‘એસોસિએશન ખુલ્લા હ્રદયે સરકારનાં આ પગલાનું સ્વાગત કરે છે. સરકારનું આ પગલું પીએમ નરેન્દ્ર મોદીનાં એ વાયદાને પૂર્ણ કરે છે જે તેમણે 19 જાન્યુઆરી 2019નાં રોજ સિનેમા મ્યૂઝિયમનાં ઉદ્ઘાટન દરમિયાન કર્યું હતુ. ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં ઘણી ફિલ્મો રીલીઝનાં દિવસે જ ઑનલાઇન લીક થઇ ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન