લો બોલો! અમદાવાદની બેંકના અનેક ATMમાંથી આ મોડેસ ઓપરેન્ડીથી થઈ લાખોની ઉઠાંતરી - Sandesh
  • Home
  • Ahmedabad
  • લો બોલો! અમદાવાદની બેંકના અનેક ATMમાંથી આ મોડેસ ઓપરેન્ડીથી થઈ લાખોની ઉઠાંતરી

લો બોલો! અમદાવાદની બેંકના અનેક ATMમાંથી આ મોડેસ ઓપરેન્ડીથી થઈ લાખોની ઉઠાંતરી

 | 3:37 pm IST

અમદાવાદની આ બેંકના અનેક એટીએમમાં એવી ઘટના બની કે માત્ર બેંક વાળા જ નહિં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા. વાત એમ હતી કે અમદાવાદના એક બે નહિં પણ અનેક એટીએમમાંથી લાખોની રૂપિયાની ઉઠાંતરી થઈ ગઈ પણ તેની એન્ટી જે તે ખાતામાં ન પડી પણ બેંકમાંથી રૂપિયા ગાયબ થઈ ગયા. બેંક સત્તાવાળાઓને જ્યારે આ અંગે ખબર પડી ત્યારે તેમણે ક્રાઈમ બ્રાન્ચની જાણ કરી છે.

વાત છે અમદાવાદની એડીસી બેંકની. એક બેંકનું નામ હમણાં કોઈને કોઈ કારણોસર મીડિયામાં આવતું રહે છે પણ આજે આ બેંકના એટીએમમાંથી લાખોની લૂંટનો અજીબ કિસ્સો સામે આવ્યો છે. પૈસાની ઉઠાંતરી કરનાર ગેંગે એક એવી મોડ, ઓપરેન્ડી અપનાવી હતી કે જેથી આમ થવા પામ્યું છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે  એડીસી(અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ) બેંકના એટીએમમાંથી કોઇ ચોરીના એટીએમની મદદથી પૈસા કાઢવાની ઘટના સામે આવી છે. લૂંટારૂ ગેંગ એટીએમમાંથી પૈસા કાઢી તેની એન્ટી જે તે ખાતામાં થાય તે પહેલાં જ એટીએમનો પાવર કટ કરી દેતાં જેથી એન્ટ્રી થતી નહિં પણ પૈસા ઉપડી જતાં.

આ અંગે એડીસીની ટેકનીકલ ટીમને જાણ થતા તપાસ કરવામાં આવી હતી, જેમાં ખબર પડી તે આ રીતે લાખો રૂપિયા ઉપડી ગયા હતા. આ પૈસાના ઉપાડ માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચાર એટીએમ કાર્ડ, આઇઓબી (ઇન્ડીયન ઓવરસીઝ બેંક) અને એક્સીઝ બેંકના એટીએમ કાર્ડનો ઉપયોગ થયો હતો. આ નાણાં તા. 29મી સપ્ટેબર 2017થી તા. 6 નવેમ્બર 2017 દરમિયાન ઉપાડવામાં આવ્યા હતા.

આમ, એટીએમનો પાવર કટ કરવાની ઘટના સામે આવી છે. આ રીતે પૈસાની ઉઠાંતરી કરનાર ગેંગના માણસો એટીએમમાંથી પૈસા બહાર આવે એટલે તરત જ એટીએમનો પાવર કટ કરી નાંખે છે, જેથી બેંક એકાઉન્ટમાંથી નાણાં ઉપાડ્યાની એન્ટ્રી કાયદેસરની થતી નથી. જો કે, એટીએમમાં કાર્ડ લોગ થયાની વિગતો મળતા આ ચોંકાવનારી ઘટના બહાર આવી હતી. એડીસી બેંકના અધિકારી વિપુલભાઇ નાયકે ફરિયાદ નોંધાવી છે કે, એડીસી બેંકના અમદાવાદ સ્થિત કેટલાંક એટીએમમાંથી એટીએમ કાર્ડથી નાણાં ઉપાડવામાં આવ્યા હતા. પરંતુ જે કાર્ડથી નાણાં ઉપાડવામાં આવ્યા તે એકાઉન્ટમાંથી નાણાં ઉપાડની એન્ટ્રી ન પડી. જો કે એટીએમમાંથી નાણાં ઓછા થઇ ગયા હતા.