હવે ખાનગી સ્કૂલોમાં ઇતર પ્રવૃત્તિની ફી પણ એફઆરસી વેરિફાય કરશે - Sandesh
  • Home
  • Ahmedabad
  • હવે ખાનગી સ્કૂલોમાં ઇતર પ્રવૃત્તિની ફી પણ એફઆરસી વેરિફાય કરશે

હવે ખાનગી સ્કૂલોમાં ઇતર પ્રવૃત્તિની ફી પણ એફઆરસી વેરિફાય કરશે

 | 2:04 am IST

। અમદાવાદ ।

ખાનગી સ્કૂલોના બેફામ ફી ઉઘરાણા અટકાવવા નવો કાયદો ઘડી વાજબી ટયૂશન ફી નક્કી કરવા માટે જ રીતે ફી નિર્ધારણ સમિતિને જવાબદારી સોંપવામાં આવી છે તે જ રીતે, હવે ખાનગી સ્કૂલોએ શિક્ષણ સિવાયની ઈતર પ્રવૃત્તિની ફી કયા ધારાધોરણો, ફોર્મ્યુલાના આધારે નક્કી કરી તેનું વેરિફિકેશન પણ એફઆરસીને સોંપવાનું નક્કી કર્યું છે. ઈતર પ્રવૃત્તિમાં શેનો સમાવેશ થાય તે પણ સુપ્રીમ કોર્ટના ચુકાદાને અધિન યાદી તૈયાર થઈ હોવાનું શુક્રવારે વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ખાનગી સ્કૂલના સંચાલકો દ્વારા એક્સ્ટ્રા એક્ટિવિટિની જે ફી નક્કી કરવામાં આવશે તેને કમિટી દ્વારા વેરિફાય કરાશે જેમાં વાલીઓનો પણ મત લેવાય તેવી શક્યતા છે

ટ્રાન્સપોર્ટેશન, હોસ્ટેલ, ભોજન શાળા, પ્રવાસ, ઘોડેસવારી, સ્વીમીંગ, ક્લબની પ્રવૃત્તિઓ, પુસ્તકો અને સ્ટેશનરી તેમજ રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે જાહેર કરવામાં આવે તેવી તમામ પ્રવૃત્તિઓ ઓપ્શનલ રાખવાનું રાજ્ય સરકાર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ હતુ. જે સરકાર દ્વારા સુપ્રીમમાં રજૂ કરવામાં આવશે. જોકે ત્યાર બાદ એક્સટ્રા એક્ટિવિટિની ફી પણ નક્કી કરવામાં આવશે. જેના માટે ખાનગી સ્કૂલો પાસે એક્સ્ટ્રા એક્ટિવિટિની ફીના ધારા ધોરણનું માળખુ કમીટિમાં રજૂ કરવાનું રહેશે. ત્યાર બાદ ફી નિર્ધારણ કમીટિ દ્વારા સ્કૂલો દ્વારા નક્કી કરેલ ફીનુ વેરિફાઈ કરવામાં આવશે અને બાદમાં એક્સ્ટ્રા એક્ટિવિટીની ફી નક્કી થશે.

ઉલ્લેખનીય છે કે ફી નિરધારણ કાયદાના ભાગ રૂપે કમિટીઓ દ્વારા ખાનગી સ્કૂલો માટેનું ફી માળખું તૈયાર થશે જેમાં સ્કૂલો માત્ર એક જ પ્રકારે ફી વસૂલી શકશે. પરંતુ કેટલીક સ્કૂલમાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હોય છે. જે એસસીના હુકમ મુજબ ઓપ્શનલ કરાઈ છે. જેથી આ પ્રવૃત્તિઓની ફી પણ નક્કી થશે.

;