શીપ બ્રેકિંગ ઉદ્યોગમાં ચીને પ્રતિબંધ લાદતા, હવે અલંગનો જ છે સિતારો - Sandesh
  • Home
  • Bhavnagar
  • શીપ બ્રેકિંગ ઉદ્યોગમાં ચીને પ્રતિબંધ લાદતા, હવે અલંગનો જ છે સિતારો

શીપ બ્રેકિંગ ઉદ્યોગમાં ચીને પ્રતિબંધ લાદતા, હવે અલંગનો જ છે સિતારો

 | 6:22 pm IST

દક્ષિણ એશિયાઇ દેશોમાં શિપબ્રેકિંગ ક્ષેત્રે મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા ચીનમાં ફોરેન ફ્લેગના જહાજો ભાંગવા પર પ્રતિબંધ લાદવામાં આવતા હવે તે ભારત સાથેના આ ક્ષેત્રમાં સ્પર્ધામાંથી આઉટ થઈ ચૂક્યું છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુસરીને શીપ બ્રેકિંગ ઉદ્યોગ ચલાવવામાં આવી રહ્યો છે. તેથી હવે મોટાં મોટાં શીપ ભારતમાં ભાવનગર નજીક અલંગ ખાતે તોડવા માટે લાવવામાં આવે છે. અલંગના સૂત્રોનું કહેવું છે કે, “ચીન દ્વારા વેસ્ટ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. ચીનમાં ફોરેન ફ્લેગ શિપના રીસાયકલિંગ પ્રતિબંધની સાનુકુળ અસર અલંગ શિપબ્રેકિંગ યાર્ડ પર પડવાની પુરેપુરી સંભાવના છે.”

ચીનમાં લાદવામાં આવેલા નવા નિયમો અનુસાર, યુરોપીયન યુનિયનની બહારની તરફ આવેલા શિપ બ્રેકિંગ યાર્ડ દ્વારા યુરોપીયન કમીશન સમક્ષ અરજી કરવાની રહેશે અને નવા નિયમો પાળવા અંગેની તમામ આવશ્યક્તાઓ અંગે બાંહેધરી આપવાની રહે છે. ચીનમાં પ્રતિબંધની અલંગ પર શું અસર થઇ શકે ? ચીનમાં ડ્રાય ડોકિંગ પધ્ધતિથી શિપબ્રેકિંગ કરવામાં આવી રહ્યું હતું. ઉપરાંત તેઓની મોટાભાગની કામગીરી મશિનરી આધારીત અને સ્વયંસંચાલિત હતી. તેથી દુનિયાના મોટા જહાજ ચીનમાં ભંગાવા માટે જતા હતા. ઉપરાંત મશિનરીની મદદથી શિપ રીસાયકલિંગ થતું હોવાને કારણે ચીનમાં એક શિપ ખુબ ઓછા સમયમાં ભાંગી શકાતુ હતુ. હવેથી ચીનમાં તૂટવા માટે આવતા મોટા કદના જહાજો અલંગ (ભારત), બાંગ્લાદેશ અને પાકિસ્તાનના ફાળે આવશે, તેથી વ્યવસાયકારોની નફાકારતા પર સાનુકુળ અસર પડી શકે છે.

હરેશભાઈ પરમાર, જોઈન્ટ સેક્રેટરી શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસો.(ઇન્ડીયા)ના જોઈન્ટ સેક્રેટરી હરેશભાઈ પરમારનું કહેવું છે કે અલંગમાં તમામ આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન થઈ રહ્યું છે. ચીનમાં ફોરેન ફ્લેગના જહાજો પરના પ્રતિબંધની અસર માટે ટાંપીને બેઠા નથી. અલંગમાં તમામ આંતરરાષ્ટ્રીય ધારાધોરણોનું પાલન થઇ રહ્યું છે, તેથી દિગ્ગજ શિપિંગ લાઇન્સના શિપ હવે અહીં ભંગાવા આવે છે.

અલંગ હવે આ હરિફાઈમાં આગળ થઈ ગયું છે. તેનો ફાયદો અલંગને થશે. અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગને નવી પાંખો મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન