પાકિસ્તાનના પાંચ ટૂકડા કરવાનો સમય પાકી ગયો છેઃ તોગડિયા - Sandesh
NIFTY 10,773.65 +1.60  |  SENSEX 35,567.67 +20.34  |  USD 68.2150 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • પાકિસ્તાનના પાંચ ટૂકડા કરવાનો સમય પાકી ગયો છેઃ તોગડિયા

પાકિસ્તાનના પાંચ ટૂકડા કરવાનો સમય પાકી ગયો છેઃ તોગડિયા

 | 7:47 pm IST

VHPના રાષ્ટ્રીય નેતા પ્રવીણ તોગડીયાએ કાશ્મીરમાં હોસ્પિટલ પર થયેલ આતંકી હુમલાને વખોડતા તેની નિંદા કરી હતી. તેમણે આ મામલે ભાજપની તીખી આલોચના કરતા, સુફિયાણી સલાહ આપી હતી કે પાકિસ્તાન સાથે વાતચીત બંધ કરો. પાકિસ્તાનના પાંચ ટૂકડા કરવાનો સમય પાકી ગયો છે.

વિશ્વ હિંદૂ પરિષદના અગ્રીમ નેતા પ્રવિણ તોગડીયાએ કાશ્મીરમાં આતંકી હુમલાને નિંદનીય ગણાવ્યો હતો. જો કે આ મામલે તેમણે સરકારની કૂણું વલણ અખત્યાર કરવા અંગે ટિકા કરતા સલાહ આપી હતી કે પાકિસ્તાન સાથે વાતચીત બંધ કરી યુદ્ધ કરો. ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાનના 2 ટુકડા કર્યા હતા. હવે પાકિસ્તાનના 5 ટુકડા કરવાનો સમય આવ્યો છે.