NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.8850 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • કોળી સમાજનું સૌરાષ્ટ્ર વ્યાપી સંમેલન હળવદ પાસેના ગામ ચુલીમાં, જાણો ક્યારે ?

કોળી સમાજનું સૌરાષ્ટ્ર વ્યાપી સંમેલન હળવદ પાસેના ગામ ચુલીમાં, જાણો ક્યારે ?

 | 3:51 pm IST

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે કારડિયા રાજપુતે ખોલેલા મોરચા બાદ હવે હવે સૌરાષ્ટ્રમાં કોળી સમાજનું મહાસંમલેન મળી રહ્યું છે. તા 15મી ઓકટોબરના રોજ ધ્રાંગધ્રાના ચુલી ગામે વીસ હજાર કરતા વધુ કોળી સમાજના લોકો એકત્રીત થઈ રહ્યા છે. તેમની નારાજગી તેમના મતોની સંખ્યા વધું હોવા છતાં ભાજપમાં તેમને યોગ્ય પ્રમાણમાં પ્રતિનિધિત્વ મળતું નથી, તે છે.

ભાજપના અગ્રણી છત્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે હળવદ અને ધ્રાંગધ્રામાં કોળી મતદારોની સંખ્યા 80,000ની હોવા છતાં ભાજપની નેતાગીરી દ્વારા કોળી સમાજની સતત અવગણના થઈ રહી છે. જો કોળી સમાજની વાત ભાજપની નેતાગીરી સાંભળતી ના હોય તો કોળી સમાજે સંગઠીત થઈ પોતાની વાત કહેવી પડશે તેના સંદર્ભમાં આ સંમલેન બોલાવવામાં આવ્યું છે.આ સંમેલનમાં હળવદ અને ધ્રાંગધ્રાના 20 હજાર લોકો એકત્રીત થશે અને તેઓ અગામી વિધાનસભાની ચૂંટણી વખતે કોની સાથે જવું તેનો નિર્ણય કરશે.

ભાજપ અગ્રણી છત્રસિંહ ઠાકોરની આવી રજૂઆતને પગલે ભાજપની સામે જ ભાજપ હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.