now-leave-the-concerns-of-electricity-billsnow-leave-the-concerns-of-electr
  • Home
  • Featured
  • હવે વિજળીના બિલની ચિંતા છોડો, બજારમાં આવી ગઈ 12 વર્ષ સુધી ચાલતી બેટરી!

હવે વિજળીના બિલની ચિંતા છોડો, બજારમાં આવી ગઈ 12 વર્ષ સુધી ચાલતી બેટરી!

 | 12:50 pm IST

અત્યાર સુધી તમે એવી પાવરબેંક વિશે જાણતા હશો જે તમારા સ્માર્ટફોનને ચાર્જ કરી શકે. પરંતુ એવી પાવરબેંક આવી ગઈ છે જેના દ્વારા તમે ઘરની લાઈટ, પંખા પણ ચલાવી શકો છો. સિંગાપુરની કંપની PTE લિમિટેડ ઈન્ડિયામાં ‘HANS’ નામની પાવરબેંક લઈને આવી છે જેના દ્વારા તમે ઘરની દરેક ઈલેટ્રોનિક વસ્તુઓ આરામથી ચલાવી શકો છો.

તમને જણાવી દઈએ કે આ ડિવાઈઝને કંપનીએ ‘ફ્રિ ઈલેક્ટ્રિસિટી જનરેટર’નું નામ આપવામાં આવ્યું છે. આ જનરેટરની ખાસ વાત એ છે કે પાવરબેંક સોલર એનર્જી અને વિજળી બંન્નેથી ચાર્જ થઈ શકશે.

આટલું જ નહીં કંપની મુજબ આ પાવરબેંક 12 વર્ષ સુધી ઘરને વિજળી સપ્લાય કરવાનું કામ કરશે. આ જ કારણ છે કે તેની વોરંટી પણ 12 વર્ષની છે

તમારી જાણકારી માટે આ પાવરબેંક ફુલ સોલર ચાર્જ પર અલગ-અલગ લોડનાં આધારે 300 કલાક સુધી વિજળી સપ્લાય કરશે.

કિંમત: 9,990 રૂપિયાથી સ્ટાર્ટ

જણાવી દઈએ કે કંપનીએ આ પોર્ટેબલ પાવરબેંકને બે મોડલમાં લોંચ કર્યા છે. PowerPack150 અને PowerPack300

કિંમતની વાત કરવામાં આવે તો PowerPack 150ની કિંમત ફક્ત 9,990 રૂપિયા છે અને PowerPack 300 12,500માં મળશે. આ બંન્ને મોડલને કંપનીની સાઈટથી(http://www.buyhanselectric.in) થી ખરીદી શકો છો.

આ છે ખાસ ફિચર્સ

પાવરબેંકથી ટીવી, પંખા, લાઈટ બધુ સરળતાથી ચાલશે.

આ પાવરબેંકમાં ઈલેક્ટ્રિસિટી આઉટપુટ માટે બે સોકેટ આપવામાં આવ્યા છે. એક USB પોર્ટ છે(જેમાં તમારે ઈલેક્ટ્રિક બોર્ડ લગાવવાનું રહેશે) અને બીજો મોબાઈલ USB ચાર્જરનો છે.

આ ડિવાઈસને ચાર્જ કરવા માટે કંપનીએ તેની સાથે એક સોલર બ્રિફકેસ પણ આપી રહી છે. જેની મદદથી તમે ફક્ત 4 કલાકમાં ફુલ ચાર્જ કરી શકશો