PICS: હવે ટૂંક સમયમાં બજારમાં મળશે MALE SEX DOLLS - Sandesh
  • Home
  • Business
  • PICS: હવે ટૂંક સમયમાં બજારમાં મળશે MALE SEX DOLLS

PICS: હવે ટૂંક સમયમાં બજારમાં મળશે MALE SEX DOLLS

 | 7:48 pm IST

સેક્સ ડોલ્સના ઉપયોગમાં તાજેતરના મહિનાઓમાં ભારે વધારો થયો છે. થોડાક જ વર્ષો અગાઉ લોકો આ નામથી સાવ અજાણ હતાં, પરંતુ હવે તે લોકપ્રિયતાની ચરમસિમાએ છે. સેક્સ ડોલ યૌન સંતોષ પૂરું પાડે છે અને તે માણસ જેવો જ દેખાય છે.

લોકો અત્યાર સુધી ફીમેલ સેક્સ ડોલથી જ પરિચિત હતાં, પરંતુ ટૂંક સમયમાં પુરુષ જેવી દેખાતી સેક્સ ડોલ્સ બજારમાં વેચાતી થઈ જશે. આ મેલ સેક્સ રોબોટસ ઓર્ટિફિશિલયલ ઈન્ટેલિજન્સને આધારે કામગીરી બજાવશે. તેને એક એપથી કન્ટ્રોલ કરી શકાશે.

આ એપ મારફતે યુઝર પુરુષ જેવા દેખાતા સેક્સ રોબોટસને જરૂરિયાત પ્રમાણે એડજસ્ટ કરી શકાશે. રિયલબોટિક્સ નામની કંપની હાલમાં સેક્સ ડોલ્સની ફીમેલ વર્ઝનનું વેચાણ કરે છે, જોકે હવે વહેલા પુરુષ સેક્સ રોબોટસ બજારમાં આવી જશે.

જોકે પુરુષ સેક્સ ડોલ્સ ક્યારે બજારમાં આવશે તેની તારીખ હજુ સુધી નક્કી નથી. અલબત્ત કંપનીના જણાવ્યા અનુસાર વર્તમાન વર્ષના અંત સુધીમાં સેક્સ રોબોટ્સ તૈયાર થઈ જશે. કંપનીએ તેના ઈન્સ્ટગ્રામ એકાઉન્ટ પર આનો એક વીડિયો શેર કર્યો છે.