નીતીન પટેલની મહત્વની જાહેરાત, હવે ગુજરાતમાં 24 કલાક ખુલ્લા રહેશે બજારો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • નીતીન પટેલની મહત્વની જાહેરાત, હવે ગુજરાતમાં 24 કલાક ખુલ્લા રહેશે બજારો

નીતીન પટેલની મહત્વની જાહેરાત, હવે ગુજરાતમાં 24 કલાક ખુલ્લા રહેશે બજારો

 | 4:35 pm IST
  • Share

રાજ્યના વેપારીઓ માટે રાજ્ય સરકાર ખુબ જ સારા સમાચાર લઇને આવી છે. રાજ્ય સરકારે વેપારીઓ માટે ખુબ જ મોટો નિર્ણય લીધો છે. આ જાહેરાત નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે કરી છે. હવેથી રાજ્યમાં 24 કલાક દુકાન ખુલ્લી રાખી શકાશે, અને ધંધો કરી શકાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વેપારીઓ સરકાર તરફથી આજે નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઈ પટેલે મોટી જાહેરાત કરતા કહ્યું કે, રાજ્યમાં રિટેલ બજાર હવેથી 24 કલાક ખુલ્લા રાખી શકાશે. તેમણે વધુમાં કહ્યું કે, તે માટે શ્રમ રોજગાર વિભાગે કાયદામાં સુધારો પણ કર્યો છે.

હવે ગુજરાતમાં 24 કલાક ધમધમશે રીટેલ બજારો

આ અંતર્ગત શ્રમ રોજગાર વિભાગના કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટને કેબિનેટમાં મંજૂરી મળી ગઇ છે. આ માટે બિન જરૂરી 1948ના કાયદાની જોગવાઇ દૂર કરવામાં આવી છે. નિતિન પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ‘IS OF DOING’ પર ભાર મુકવામાં આવ્યો છે. મહિલા કર્મીઓને સવારે 6થી રાતના 9 વાગ્યા સુધી નોકરી પર રાખી શકાશે. જે કંપની કે શોપમાં 30થી વધુ મહિલા કર્મચારી હોય તે શોપમાં ઘોડિયાઘરની વ્યવસ્થા કરવી પડશે. 100થી વધુ કર્મચારી હોય ત્યાં કેન્ટીનની વ્યવસ્થાની જોગવાઈ પણ આ કાયદામાં મૂક્વામાં આવી છે. આ સાથે જ ઓવરટાઈમ કરનાર કર્મચારીને ડબલ પગારની જોગવાઈ પણ કરવામાં આવી છે.

આ સાથે જ નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે,’ખેડૂતો માટે કેન્દ્રએ રાજ્યને સહાય કરી છે. 51 તાલુકાના ખેડૂતોને 1176 કરોડની સહાય કરવામાં આવી છે. ત્યાં જ 45 તાલુકાના ખેડૂતોને 862 કરોડની સહાય આપવામાં આવી છે. આ અંતર્ગત કુલ 22 લાખ ખેડૂતો લાભાર્થી છે. આ માટે 10.37 લાખ ખેડૂતોને 1.10 લાખ કરોડની સહાય ચૂકવાઈ ગઇ છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન