Now Middle Class Will Get Benefits of Ayushman Bharat Scheme
  • Home
  • Business
  • મિડલ ક્લાસને મોદી સરકારની ભેટ, હોસ્પિટલમાં 5 લાખ સુધીની સારવાર થઈ જશે ફ્રી

મિડલ ક્લાસને મોદી સરકારની ભેટ, હોસ્પિટલમાં 5 લાખ સુધીની સારવાર થઈ જશે ફ્રી

 | 2:09 pm IST

કેન્દ્ર સરકારે હેલ્થ ક્ષેત્રે દેશના મધ્યમવર્ગને એક મોટી ભેટ આપી છે. સરકારે આયુષ્યમાન ભારત યોજનામાં હવે મધ્યમવર્ગીય પરિવારોને પણ સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. હવે મધ્યમવર્ગીય પરિવારને પણ સારવાર માટે વાર્ષિક 5 લાખ રૂપિયાનું હેલ્થ કવર મળશે. અગાઉ ફક્ત ગરીબ વર્ગ માટે જ આ યોજના લાગુ હતી. પણ હવે મિડલ ક્લાસ લોકો પણ આયુષ્યમાન ભારત યોજના દ્વારા પોતાની સારવાર કરાવી શકશે.

આ ઉપરાંત સરકારે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY) હેઠળ પોતાની તમામ સ્વાસ્થ્ય વીમા યોજનાઓને એકીકૃત કરવાનો નિર્ણય કર્યો છે. આ યોજનાને દેશભરમાં લાગુ કરનાર સંસ્થા નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA)ની ગવર્નિંગ કાઉન્સિલે દેશભરમાં આ માટે મંજૂરી આપી દીધી છે. જેથી આ યોજનાથી મિડલ ક્લાસને ફાયદો મળી શકે.

હાલ આ યોજના પાયલટ પ્રોજેક્ટ પર શરૂ થશે, જેથી સમજી શકાય કે આ યોજનાને પ્રભાવી રીતે લાગુ કરવા માટે કેવા પગલાંઓ ભરવા પડશે. હાલ આયુષ્યમાન ભારત યોજનાનો લાભ દેશનાં 10.7 કરોડ પરિવારનાં 54 કરોડ લોકો ઉઠાવી રહ્યા છે. આ યોજના હેઠળ હોસ્પિટલોમાં પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં થાય છે.

હવે કોને-કોને મળશે આ યોજનાનો લાભ?

નેશનલ હેલ્થ ઓથોરિટીએ કહ્યું કે, આ યોજનાનો વિસ્તાર કરવાથી સૌથી વધારે ફાયદો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર લોકોને થશે, જે લોકો અત્યાર સુધી કોઈપણ હેલ્થ ઈન્શ્યોરન્સ સ્કીમથી દૂર હતા. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર લોકો ઉપરાંત આ યોજનાથી સ્વરોજગાર કરનાર, MSME સેક્ટરમાં કામ કરનાર અને મધ્યમવર્ગીય ખેડૂતોને પણ ફાયદો થશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે, નેશનલ હેલ્થ ઓથોરિટીના ગવર્નિંહ બોર્ડે ભારત સરકારનાં વિભિન્ન મંત્રાલયો દ્વારા ચલાવવામાં આવતી સ્વાસ્થ્ય યોજનાઓને આયુષ્યમાન ભારત યોજનામાં એકીકૃત કરવાની મંજૂરી આપી દીધી છે. તેનાથી સરકારી અને પ્રાઈવેટ ક્ષેત્રમાં કોન્ટ્રાક્ટ પર કામ કરનાર લોકો, કન્સ્ટ્રક્શન કાર્યના લોકો, સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સનાં જવાનો અને માર્ગ અકસ્માતનો શિકાર બનેલ લોકોને સારવાર ફાયદો થશે.

આ વીડિયો પણ જુઓઃ ચીરીપાલના પ્લાન્ટથી ખેડૂતો પરેશાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન