now-mobie-number-portability-will-be-more-easy
  • Home
  • Featured
  • મોબાઇલ નંબર પોર્ટ કરાવવો થયો સરળ, ટ્રાઇ લાવ્યું નવો નિયમ, જે તમારે જાણવો જરૂરી

મોબાઇલ નંબર પોર્ટ કરાવવો થયો સરળ, ટ્રાઇ લાવ્યું નવો નિયમ, જે તમારે જાણવો જરૂરી

 | 4:39 pm IST

જો તમે તમારી હાલની મોબાઇલ કંપનીથી પરેશાન છો અને પોતાના નંબર બીજી કોઇ કંપનીમાં બદલવા માંગો છો તો તમારા માટે ખુશખબરી છે. ટેલીકોમ રેગુલેટર ટ્રાઇએ મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (MNP)ની આખી પ્રોસેસને સરળ બનાવી દીધી છે. ટેલીકોમ રેગુલેટરે સર્વિસ એરિયાની અંદર નંબર બદલવાવાળી રિક્વેસ્ટને બે દિવસની અંદર નિરાકરણ લાવવા માટે સમય નક્કી કરવામાં આવ્યો છે.

જ્યારે, એક ટેલીકોમ સર્કલથી બીજા સર્કલમાં નંબર બદલવાવાળી રિક્વેસ્ટ માટે 4 દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો છે. તેના સિવાય, જો ટેલીકોમ કંપનીઓ મોબાઇલ નંબર પોર્ટ કરાવવાવાળી રિક્વેસ્ટને ખોટી રીતે રિજેક્ટ કરે છે તો તેમના પર 10,000 રૂપિયા સુધીની પેનાલ્ટી લગાવવામાં આવશે.

ટ્રાઇએ કહ્યું કે, પોર્ટિંગ સાથે જોડાયેલી રિક્વેસ્ટને પુરી કરવામાં ઝડપ લાવવા માટે ઇન્ટ્રા-લાઇસેસ્ડ સર્વિસ નંબર્સ માટે સમય સીમા 2 ચાલું દિવસ નક્કી કરવામાં આવી છે. એક સર્કલમાંથી બીજા સર્કલવાલી પોર્ટ રિક્વેસ્ટ માટે સમય મર્યાદા ઘટાડીને 4 દિવસ કરી દેવામાં આવ્યા છે. પહેલા તેની સમય મર્યાદા 15 દિવસની હતી.

તેના સિવાય, યૂનિક પોર્ટિંગ કોડ (યૂપીસી)ના વેલિડિટીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલાના 15 દિવસના બદલે હવે 4 દિવસ નક્કી કરવામાં આવ્યા છે. જો કે, જમ્મુ-કાશ્મીર, અસમ અને ઉત્તર-પૂર્વ માટે યૂનિક પોર્ટિંગ કોડ (યૂપીસી)ની વેલિડિટીમાં ફેરફાર કરવામાં આવ્યો નથી, તે પહેલાની જેમ 15 દિવસનો રહેશે. ટેક્સ્ટ મેસેજ (SMS) મારફતે પોર્ટિંગ રિક્વેસ્ટને પાછી લેવાની પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવામાં આવી છે. કોર્પોરેટર પોર્ટિંગના મામલામાં સિંગલ ઓર્થોરાઇઝેશન લેટરની હાલના 50 નંબરોની સમય મર્યાદાને વધારીને 100 નંબર કરી દેવામાં આવી છે.