Now Narmada Dam is filled with 100%: 175 villages were put on alert stage
  • Home
  • Featured
  • ગુજરાતે ઐતિહાસિક ક્ષણ હાંસલ કરી, નર્મદા ડેમ છલોછલ: રાજ્યના 175 ગામડાઓને એલર્ટ સ્ટેજ પર મૂકાયા

ગુજરાતે ઐતિહાસિક ક્ષણ હાંસલ કરી, નર્મદા ડેમ છલોછલ: રાજ્યના 175 ગામડાઓને એલર્ટ સ્ટેજ પર મૂકાયા

 | 8:55 am IST

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. નર્મદા ડેમની ઐતિહાસીક જળ સપાટી ૧૩૮.૬૮ મીટરે રવિવારે તા.૧૫મીના સાંજે ૬.૩૫ કલાકે પહોંચી છે. હવે નર્મદા ડેમ સંપુર્ણ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે.

સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી ૬,૪૯,૮૮૪ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે ડેમના ૨૩ દરવાજા ૪.૧૫ મીટર સુધી ખોલવામાં આવ્યા છે અને ૬,૪૯,૮૮૪ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે.જેથી નર્મદા નદી બે કાંઠે વહી રહી છે.નર્મદા ડેમની સતત વધતી સપાટી જોતા નીચાણવાળા ૧૭૫ ગામોને એલર્ટ સ્ટેજ પર મુકાયા છે.

કેવડિયાનાં ડૂબાડૂબ ગોરા બ્રિજ ઉપર નર્મદા નદીના પાણી ફ્રી વળતા વાહન વ્યવહાર સતત ૭ દિવસથી બંધ છે. સરદાર સરોવર ડેમમાં હાલ ૫૭૨૭ દ્બષ્ઠદ્બ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. સરદાર સરોવર ડેમના તમામ પાવર હાઉસ કાર્યરત છે, અને વિપુલ પ્રમાણમાં વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચની આસપાસના વિસ્તારોમાં નર્મદા નદીના પાણી ફ્રી વળતા પુર જેવી પરીસ્થિતિનું નિર્માણ થયું છે. નર્મદા ડેમમાંથી ૬,૪૯,૮૮૪ ક્યુસેક પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી રવિવારે સાંજે ૬.૩૫ કલાકે ૧૩૮.૬૮ મીટરે પહોંચી ગઈ છે. અને નર્મદા ડેમ સંપુર્ણ ૧૦૦ ટકા ભરાતા હવે વીજળી અને પાણીનો ફાયદો ગુજરાત , મધ્યપ્રદેશ , રાજસ્થાન અને મહારાષ્ટ્રને થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન