Now Pan-Aadhaar Linking Is Mandatory To File Income Tax Return : Supreme Court
  • Home
  • Business
  • ઈન્કમ ટેક્ષ રિટર્ન ફાઈલ કરવા માટે આધારને પેન સાથે લિંક કરવું અનિવાર્ય

ઈન્કમ ટેક્ષ રિટર્ન ફાઈલ કરવા માટે આધારને પેન સાથે લિંક કરવું અનિવાર્ય

 | 11:21 am IST

હવેથી ઈન્કમ ટેક્ષ રિટર્ન ભરવા માટે આધારને પેન કાર્ડ સાથે જોડવું ફરજીયાત બનશે. સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશ પ્રમાણે ઈન્કમ ટેક્ષ રિટર્ન ફાઈલ કરવા માટે પરમેનેંટ અકાઉન્ટ નંબર (PAN) સાથે આધારને લિંક કરવું અનિવાર્ય બનશે.

કોર્ટે આ આદેશ દિલ્હી હાઈકોર્ટના એક નિર્ણયના વિરૂદ્ધ કેન્દ્રની અરજી પર આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે શ્રેયા સેન અને જયશ્રી સતપુતેનો 2018-19 માટે આધારને પેન સાથે લિંક કર્યા વગર ઈન્કમ ટેક્ષ રિટર્ન ફાઈલ કરવાનો આદેશ કર્યો હતો.

જસ્ટિસ એ કે સીકરી અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની બેંચે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ અગાઉ પણ આ બાબત સ્પષ્ટ કરી ચુકી છે. તેમણે જણાવ્યું હતું કે, વડી અદાલતે ઈન્ક્મ ટેક્ષ એક્ટના સેક્શન 139AAને યથાવત રાખ્યો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, હાઈકોર્ટના આ આદેશ સાથે સંબંધિત મામલો આ કોર્ટમાં વિચારાધિન છે. જેના કારણે આ કોર્ટે આ મામલે નિર્ણય કર્યો છે અને ઈન્કમ ટેક્ષ એક્ટના સેક્શન 139AA અંતર્ગત તેને ઉલ્લંઘન ગણ્યું છે. માટે પેન અને આધારનું લિંક થવું અનિવાર્ય બનશે.

બેંચે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુંસાર જ નાણાંકિય વર્ષ 2019-20માં ઈન્કમ ટેક્ષ રિટર્ન ફાઈલ કરવામાં આવે. અરજીકર્તાઓએ હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે, અનેક પ્રયાસો છતાંયે તેઓ પોતાનું આઈટીઆર ફાઈલ કરવામાં નિષ્ફળ રહ્યાં કારણ કે વેબસાઈટ પર ઈ-ફાઈલિંગ દરમિયાન આધાર કે આધારની સંખ્યામાંથી બહાર આવવાનો કોઈ વિકલ્પ જ નથી.

સુપ્રીમ કોર્ટે ગત વર્ષે 26 સપ્ટેમ્બરે નિર્ણય કર્યો હતો કે, કેન્દ્રની મહાત્વાકાંક્ષી આધાર યોજના બંધારનીય રૂપે માન્ય છે, પરંતુ બેંક એકાઉટ્સ, મોબાઈલ ફોન, અને સ્કૂલમાં પ્રવેસ માટે તેને લિંક કરાવવા સહિતની જોગવાઈમાંથી તેને રદ્દ કરવામાં આવી હતી. 5 જજોની બંધારણીય પીઠે સ્વિકાર્યું હતું કે, I-T રિટર્ન ફાઈલિંગ અને પેનની ફાળવણી માટે આધાર અનિવાર્ય હોવું જોઈએ, પરંતુ બેંક એકાઉંટ્સ અને મોબાઈલ કનેક્શન માટે તે અનિવાર્ય ના હોવું જોઈએ. ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ લિંકનીએ માંગણી ના કરી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.