Now People Can Call Without SIM Card, BSNL Launched New Application
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • BSNLએ લૉન્ચ કરી ગજબની સર્વિસ, સિમ કાર્ડ વગર કરી શકશો કૉલ

BSNLએ લૉન્ચ કરી ગજબની સર્વિસ, સિમ કાર્ડ વગર કરી શકશો કૉલ

 | 5:54 pm IST

BSNLએ દેશમાં પ્રથમ વખત ઇન્ટરનેટ ટેલિફોની સર્વિસ લૉન્ચ કરી છે. આ સુવિધાથી ગ્રાહકો સિમ વગર દેશ-વિદેશમાં કોઇપણ નંબર પર કૉલ કરી શકશે. BSNLની મોબાઇલ એપ ‘વિંગ્સ’ દ્વારા આ સુવિધા મળશે. અત્યાર સુધી એપ ટુ એપ સુવિધા હતી પરંતુ હવે એપ દ્વારા સીધો કૉલ થશે. આ સેવા માટે રજિસ્ટ્રેશન આ અઠવાડિયામાં શરૂ થશે અને આ સુવિધા 25 જુલાઈથી શરૂ થશે

દુરસંચાર મંત્રી મનોજ સિન્હાએ બુધવારનાં રોજ આ સર્વિસનું ઉદ્ઘઘાટન કર્યું હતુ. તેમણે કહ્યું કે સ્પર્ધાનાં સમયમાં BSNLનું આ પગલું પ્રશંસનીય છે. ઇન્ટરનેટ ટેલિફોન સર્વિસને લઇને ટ્રાઈએ દુરસંચાર મંત્રાલયને જુનમાં મંજૂરી આપી હતી. ઇન્ટરનેટ ટેલિફોની મોબાઇલ પર ઇન્ટરનેટની મદદથી કૉલ કરવાની ટેકનોલોજી છે. આ એપની મદદથી કામ કરે છે. આમા ઇન્ટરનેટ પ્રોટોકૉલની મદદથી કૉલ કરવામાં આવે છે. આ કારણે તેને વોઇસ ઑવર ઇન્ટરનેટ પ્રોટોકોલ(વીઓઆઈપી) ટેકનોલોજી કહેવામાં આવે છે.

વ્હોટ્સએપ અને સ્કાઇપ દ્વારા કૉલિંગ પણ આના ઉદાહરણ છે પરંતુ બંને યૂઝર પાસે આ એપ હોવી જરૂરી છે. BSNLની એપ પરથી કૉલ કરવા માટે આ જરૂરી નથી. આમા કૉલ કરનારની ઓળખ ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસની મદદથી કરવામાં આવે છે.