ફોન કંપનીઓ હવે નહિં રાખી શકે તમારા આધારની વિગતો, નહિં તો આવી બનશે - Sandesh
  • Home
  • Business
  • ફોન કંપનીઓ હવે નહિં રાખી શકે તમારા આધારની વિગતો, નહિં તો આવી બનશે

ફોન કંપનીઓ હવે નહિં રાખી શકે તમારા આધારની વિગતો, નહિં તો આવી બનશે

 | 8:02 pm IST

હવે તમારા આધાર કાર્ડની જાણકારી વધું સુરક્ષિત થવા જઈ રહી છે. તેનું કારણ એ છે કે હવે મોબાઈલ કંપનીઓ તમારા આધાર કાર્ડની વિગતો પોતાની પાસે નહિં રાખી શકે. તેનું કારણ એ છે કે હવે ટૂંક સમયમાં વર્ચ્યુઅલ આઈડી ફરજિયાત બનવા જઈ રહ્યું હોવાથી તમારા આધારકાર્ડની વિગતો  કે જે તમે જાણકારી આપવા માટે આપો છો તે કોઈ પણ સિસ્ટમ પર ડિસપ્લે નહિં થાય. જેથી કરીને કંપની તેનો ડેટાબેઝ રાખી શકશે નહિં. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે.

નવો ફોન લેતી સમયે કે વેરિફિકેશનના સમયે જે દસ્તાવેજ કામ આવે છે તેમાં આધાર પણ એક છે. અત્યાર સુધી કંપનીઓ આધારનો ડેટા પોતાની પાસે રાખી લેતી હતી. પણ હવે તેવું નહિં થાય.

એનાથી નવું સિમ કાર્ડ઼ લેતી વખતે કે જૂના સિમકાર્ડને વેરિફાઈ કરવા દરમિયાન વર્ચ્યુઅલ આઈડીના ઉપયોગનો રસ્તો સાફ થઈ ગયો છે. વર્ચ્યુઅલ આઈડી આધારના વિકલ્પ તરીકે કામ કરશે. વર્ચ્યુઅલ આઈડીની સમય મર્યાદા માત્ર એક દિવસની હોય છે તેથી તે ઓટોમેટિક રદ્દ થઈ જશે.

નવી સિસ્ટમ બનાવે કંપનીઓ
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન(DoT)ની તરફથી જારી કરવામાં આવેલા સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે આધાર નંબરની પ્રાઈવેસી અને સુરક્ષાને વધું મજબૂત કરવા માટે UIDAIએ આધાર ઈકોસિસ્ટમમાં કેટલાંક બદલાવનો પ્રસ્તાવ કર્યો છે. DoTએ મોબાઈલ કંપનીઓથી પોતાની પ્રક્રિયામાં બદલાવ લાવવા કહ્યું છે, જેમ કે વર્ચ્યુઅલ આઈડી સિસ્ટમને લાગૂ કરવી અને એક નવી સિસ્ટમ બનાવવી, જેમાં કંપનીની પાસે યૂઝર્સનો ડાટાની સીમિત પહોંચ હોય.

શરૂ કરો નવું વર્ચ્યુઅલ આઈડી
UIDAIએ આ વર્ષે એપ્રિલમાં વર્ચ્યુઅલ આઈડીની સુવિધા શરૂ કરી હતી. તેના આધારે આધારનંબરની જગ્યાએ 16 આંકડાવાળો એક ઓળખ નંબર જનરેટ કરવામાં આવશે જ્યાં પણ આધારકાર્ડ નંબરની જરૂરિયાત હશે ત્યાં આપવામાં એ નંબર આવશે. આ નંબર કોઈપણ વ્યક્તિ પોતાના મોબાઈલ દ્વારા જનરેટ કરી શકશે. આ નંબર આધાર કાર્ડ સાથે જ જોડાયેલો હશે પણ આધાર નંબર નહિં હોય. તે (OTP) હશે તેને માત્ર એક વખત જ વપરાશમાં લઈ શકાશે.

સરકાર હવે આધારની જગ્યાએ વર્ચ્યુઅલ આઈડીના ઉપયોગને પ્રાધાન્ય આપશે. દરેક જગ્યાએ તેને ઉપયોગમાં લેવાશે. અલબત્ત તેને પરિણામે આધારની કાયદેસરતા કે ઉપયોગીતા ખતમ નહિં થાય પણ હવે વર્ચ્યુઅલ આઈડી(VID)નો ઉપયોગ સામાન્ય થઈ જશે. જો તમે તમારા UIDAI ઓળખ નંબરની બદલે VID નંબર બનાવવા માંગતા હોય તો તે કેવી રીતે જનરેટ થાય છે તે અહિં જાણી લો.

તમે તમારો VID નંબર જાતે જ જનરેટ કરી શકો છે. જે UIDAIના પોર્ટલથી જનરેટ કરી શકાય છે. આ એક ડિજિટલ આઈડી નંબર છે. જે કામચલાઉ છે. VID નંબર 16 આંકડાનો હોય છે. તેનું આયુષ્ય માત્ર 1 દિવસનું જ હોય છે. તમે જરૂરિયાતના સમયે એકથી વધારે VID નંબર જનરેટ કરી શકશો. પણ નવો VID નંબર એ જ દિવસે જનરેટ કરી શકાશે નહિં. તે પછી બીજે કે ત્રીજે કે પછી કોઈ અન્ય દિવસે જનરેટ કરી શકાય છે. તમે તમારા આધારકાર્ડની ડિટેઈલ આપવાને બદલે VID નંબર આપી શકો છો. પહેલી જૂનથી આ સત્તાવાર રીતે ગ્રાહ્ય છે. તમે તમારા 12 આંકડાના આધાર નંબરને બદલે 16 આંકડાનો VID નંબર આપી શકો છો.

કેવી રીતે જનરેટ કરવો VID નંબર
VID નંબર UIDAI પોર્ટલ પરથી જ જનરેટ કરી શકાય છે. આ રીતે જનરેટ કરો તમારો VID નંબર.
સૌ પ્રથમ VID જનરેટ કરવા માટે UIDAIના હોમપેજ પર જાઓ. ત્યાં જઈને તમે તમારો આધાર કાર્ડ નંબર અપલોડ કરો. તે સાથે જ સિક્યોરિટી કોડ એન્ટર કરવો પડશે. આ માટે તમારે SEND OTP પર ક્લિક કરવાનું રહેશે. મોબાઈલમાં OTP આવ્યા બાદ તેને અપલોડ કરતાં જ તમારો નવો VID નંબર જનરેટ કરવા પૃચ્છા કરાશે. તે સ્વીકારાતા તમારો 16 આંકડાનો VID નંબર જનરેટ થઈ જશે. નવો VID નંબર જનરેટ કરવાથી જૂનો VID નંબર આપોઆપ ડિલિટ થઈ જશે. આધઆરભૂત માહિતી પ્રમાણે અધિકૃત એજન્સીઓને VID નંબર જનરેટ કરવાની મંજૂરી અપાશે નહિં. તે વ્યક્તિગત ધોરણે જાતે જ કરવાનો રહેશે. એ એટલું સરળ છે જેટલું બેંકનો ઓનલાઈન પાસવર્ડ જનરેટ કરવા માટે છે. વર્ચ્યુઅલ આઈડીથી નામ, એડ્રસ અને ફોટોગ્રાફ જેવી અનેક વસ્તુઓનું વેરિફિકેશન થઈ શકશે.

એ સિવાય ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ દ્નારા મોબાઈલ ઓપરેટર કંપનીઓને એમ કહેવનામાં આવ્યું છે કે તે આધાર કે વર્ચ્યુઅલ આઈડીની વિગતો પોતાની પાસે નહિં રાખે. જ્યારે કસ્ટમરનું વેરિફિકેશન થઈ રહ્યું હોય ત્યારે પણ વર્ચ્યુઅલ આઈડી પર આધાર નંબર ન દેખાવો જોઈએ. એ એવો જ દેખાવો જોઈએ જેવો પાસવર્ડ દેખાય છે. એટલે કે માસ્કિંગ સાથે.

ડિપાર્ટમેન્ટ તરફથી એ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે કે જારી કરેલી ગાઈડલાઈનના પાલનમાં જો કોઈ ગડબડી જોવા મળશે તો કાર્યવાહી કરાશે.