Now Send Massage Without Opening Whatsapp
  • Home
  • Featured
  • હવે વોટ્સએપ ખોલ્યા વગર મેસેજ મોકલો, જાણો શું છે આ ટ્રીક

હવે વોટ્સએપ ખોલ્યા વગર મેસેજ મોકલો, જાણો શું છે આ ટ્રીક

 | 7:54 pm IST

ઈન્સ્ટેંટ મેસેજિંગ એપ વોટ્સએપનો ઉપયોગ દિવસે-દિવસે વધી રહ્યો છે. લોકો ફોટો, મેસેજ અને કોઈ ડોક્યૂમેન્ટ મોકલવા માટે હવે આજ એપનો ઉપયોગ વધુ કરે છે. જ્યારે વધતા ક્રેજને જોતા વોટ્સએપ પર સમય-સમય પર નવા ફિચર્સ લાવે છે. જોકે હવે અમે તમને વોટ્સએપની એક એવી ટ્રીક વિશે જણાવીશું જેમાં વોટ્સએપ ખોલ્યા વિના અન્ય યુઝરને મેસેજ મોકલી શકો છો. આ ટ્રીકનો ઉપયોગ કરવા માટે તમારા ફોનમાં Google Assistant હોવું જરૂરી છે. મતલબ આ ટ્રીક Android સ્માર્ટફોનમાં કામ કરશે.

Google Assistantના મદદથી મોકલો મેસેજ:

વોટ્સએપ ખોલ્યા વગર મેસેજ મોલવા માટે તમારે સૌથી પહેલા ફોનના નીચલા ભાગમાં આપેલા વચ્ચેના બટન પર ક્લિક કરવાની રહેશે. જેવું તમે આ બટન પર ક્લિક કરશો તો Google Assistant ખુલી જશે. હવે તમારે Google Assistantથી વોટ્સએપ મેસેજ મોકલવાનું કહેવાનું રહેશે. ગૂગલ અસિસ્ટેંટ તમારાથી પૂછશે કે તમારે કોને મેસેજ મોકલવો છે ત્યારે તમારે એ યુઝરનું નામ કહેવાનું રહેશે.

નામ જણાવ્યા બાદ તમારા મોબાઈલ સ્ક્રીન પર કોન્ટેક્ટ ખુલશે. હવે Google Assistant તમને પૂછશે કે તમારે શું મેસેજ મોકલવાનો છે. તમારે જે મેસેજ મોકલવાનો છે એ કહેવાનું રહેશે. ત્યાર બાદ મેસેજ ટાઇપ થશે અને પછી Google Assistant તમને પૂછશે કે તમારે આજ મેસેજ મૂકવાનો છે અથવા બદલવા માંગો છો. જો તમારે કોઈ ફેરફાર નથી કરવાનો હોય તો મેસેજ મોકલવાનું કહો. ત્યાર બાદ એ મેસેજ સિલેક્ટ કરેલ વ્યક્તિ સુધી પહોંચી જશે. આવી રીતે તમે વોટ્સએપ ખોલ્યા વગર અન્ય યુઝરને મેસેજ મોકલી શકો છો. તેમને બતાવી દઈએ કે આ ટ્રીક ખૂબ કારગર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન