Now sitting at home will be able to give a test for driving license
  • Home
  • Business
  • હવે ઘરે બેઠા આપી શકાશે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ટેસ્ટ, જાણો શું છે નિયમ

હવે ઘરે બેઠા આપી શકાશે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ટેસ્ટ, જાણો શું છે નિયમ

 | 7:09 pm IST

હવે ઘરે બેઠા ડ્રાઇવિંગ લાઇસેન્સ માટે ટેસ્ટ આપી શકાશે. જેમાં કોઇપણ વ્યક્તિ જે સરકારના નિયમ પ્રમાણે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા યોગ્ય પાત્રતા ધરાવે છે તેને ડ્રાઇવિંગ લાઇસેન્સ મળશે. હવે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે આરટીઓ વિભાગના ધક્કા ખાવા પડશે નહીં. સરકાર આ પ્રકારનો નિયમ લાવવા જઇ રહી છે જેમાં વ્યક્તિ લર્નિંગ લાઇસન્સ માટે સાયબર કેફે અથવા કોઇપણ ઇન્ટરનેટ માધ્યમ દ્વારા અરજી કરી શકે છે. તેમજ તે દરમિયાન વ્યક્તિની તમામ ટેસ્ટ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે.

આરટીઓ વિભાગોની કચેરીમાં લાઇસન્સ બનવા માટે બહુ ભીડ રહેતી હોય છે. જેમાં ઓનલાઇન અરજી કર્યા પછી નક્કી કરેલ તારીખે ટેસ્ટ આપવામાં આવે છે. આગામી સમયમાં આ પ્રક્રિયાનો અંત આવી જશે. જે લોકો લર્નિંગ લાઇસેન્સ માટે અરજી કરશે, તેમણે ઓનલાઇન એક વિકલ્પ મળશે. જેમાં સાયબર કાફેમાં ટેસ્ટ આપવાની પ્રક્રિયા પુરી કરાવવામાં આવશે. આ પ્રક્રિયાથી લોકોને ફાયદો થશે.

તેમજ લોકોને લર્નિંગ લાઇસન્સ માટે આરટીઓની કચેરીમાં લાગેલી લાંબી લાઇનોમાં ઉભા રહેવું પડશે નહી. સાથે જ દલાલોનો ત્રાસ પણ રહેશે નહીં. તેમજ ઓછા સમયમાં લોકોનું લર્નિંગ લાઇસન્સ માટેનું કામ પણ સરળ થઇ જશે. એક અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે સરકાર દ્વારા આ પ્રકારનું કાર્ય જલદી શરૂ થાય તે પર કાર્ય થઇ રહ્યું છે.

પણ આ સંબંધમાં કોઇ સત્તાવાર જાણકારી મળી શકી નથી. આ પ્રક્રિયા શરૂ થતાં લોકોનો સમય ખૂબજ બચશે. અને લર્નિંગ લાઇસેન્સ માટેનું કામ સરળ થઇ જશે. જેમાં લોકોને આરટીઓના ધક્કા પણ ખાવા પડશે નહી. તથા આરટીઓ વિભાગને કામનું ભારણ પણ ઓછું થશે. પણ આ પ્રક્રિયા ફક્ત લર્નિંગ લાઇસેન્સ માટે જ હશે.

 આ વીડિયો પણ જુઓ: વડોદરામાં લેપ્ટોસ્પાયરોસિસનો વધુ 1 કેસ સામે આવ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન