હવે લેબમાં જ લિવર બનશે, ડોનરની જરૂર નહીં પડે – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • હવે લેબમાં જ લિવર બનશે, ડોનરની જરૂર નહીં પડે

હવે લેબમાં જ લિવર બનશે, ડોનરની જરૂર નહીં પડે

 | 1:28 am IST
  • Share

માનવ શરીરમાં લિવર એક મહત્ત્વપૂર્ણ અંગ છે, લિવર ફેઇલ જાય પછી પેશન્ટે ડોનર માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. પરંતુ આવા દર્દીઓ માટે હવે બ્રાઝિલમાંથી સારા સમાચાર મળી રહ્યા છે. હવે જે લોકોનું લિવર બગડી જશે તેમણે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં જ લિવર ડેવલપ કરવાની ટેકનોલોજી વિકસાવી લીધી છે. બ્રાઝિલના સાઓ પાઉલો યુનિવર્સિટીની ઇન્સ્ટિટયૂટ ઓફ બાયોસાયન્સિસના હ્યુમન જિનોમ એન્ડ સ્ટેમ રિસર્ચ સેન્ટરે આ ટેકનોલોજી વિકસિત કરી લીધી છે. હવે વૈજ્ઞાનિકો લેબોરેટરીમાં જ લિવરનું ફરીથી નિર્માણ, તેનું સમારકામ અને ઉત્પાદન કરી શકશે. વૈજ્ઞાનિકોએ ઊંદરોના લિવરનું નિર્માણ કરી લીધું છે અને હવે આ ટેકનોલોજીને વધારે આધુનિક અને વધારે ચોક્કસ બનાવીને વૈજ્ઞાનિકો માનવ લિવરનું નિર્માણ કરવાના કામ પર લાગી ગયા છે. વૈજ્ઞાનિકોને આશા છે કે તેઓ લેબોરેટરીમાં લિવર બનાવીને વિશ્વની એક મોટી સમસ્યાને હલ કરવામાં ૧૦૦ ટકા સફળ રહેશે. જો તેમને સફળતા મળશે તો પછી લેબોરેટરીમાં બનાવવામાં આવેલા લિવરનું માનવશરીરમાં પ્રત્યારોપણ કરવામાં આવી શકશે. લેબોરેટરીમાં ડેવલપ કરવામાં આવેલા ઊંદરના લિવરના અભ્યાસને મટિરિયલ્સ સાયન્સિસ એન્ડ એન્જિનિયરિંગઃ ઝ્રમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.

લેબમાં તૈયાર લિવરને માનવશરીર રિજેક્ટ નહીં કરે : વૈજ્ઞાનિકો

આ અભ્યાસના મુખ્ય વૈજ્ઞાનિક સુઇસ કાર્લોસ ડી કેયર્સ જુનિયરે જણાવ્યું હતું કે, અમે માનવશરીરમાં પ્રત્યારોપણ કરી શકાય તેવા લિવરનું લેબોરેટરીઝમાં મોટાપાયે ઉત્પાદન કરવા માંગીએ છીએ. તેમણે ઉમેર્યું હતું કે આના કારણે સૌથી વધારે ફાયદો એવા લોકોને થશે જેઓ યોગ્ય ડોનરના અભાવ અથવા અનેક પ્રકારની કાયદાકીય ગૂંચવણના કારણે લાંબો સમય સુધી લિવર પ્રત્યાર્પણ માટે રાહ જોવી પડે છે. તેમણે દાવો કર્યો હતો કે અમારો પ્રયાસ એવો છે કે લેબમાં તૈયાર લિવરને માનવશરીર રિજેક્ટ નહીં કરે.

દર્દીને અનેક સમસ્યાઓથી છુટકારો

ઘણા દેશોમાં મેડિકો-લિગલ પ્રક્રિયા એટલી બધી જટિલ છે કે દર્દીઓએ વેઇટિંગ લિસ્ટમાં રહેવું પડે છે. યોગ્ય લિવર મળવું, ડોનેટ કરનાર અને દર્દીના પરિવારજનો વચ્ચે યોગ્ય તાલમેલ જરૂરી હોય છે, દર્દીના શરીરમાં ડોનરનું લિવર સેટ થાય તે પણ જરૂરી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન