Now the message sent in WhatsApp will be deleted automatically
  • Home
  • Featured
  • હવે વોટ્સએપમાં મોકલેલા મેસેજ આપમેળે થઈ જશે ડિલીટ, કંપનીએ આપી નવી સુવિધા

હવે વોટ્સએપમાં મોકલેલા મેસેજ આપમેળે થઈ જશે ડિલીટ, કંપનીએ આપી નવી સુવિધા

 | 5:36 pm IST

વોટ્સએપમાં દિવસે દિવસે નવી નવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. ત્યારે આજે વધુ એક લોકોના માટે ઉપયોગી સુવિધાની જાહેરાત કરવામાં આવી છે. લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપ પોતાના પ્લેટફોર્મ પર નવા-નવા ફીચર ઉમેરતું રહે છે. સમાચારો અનુસાર વોટ્સએપ નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચર બાદ યૂઝર દ્વારા મોકલેલા મેસેજ થોડા સમય બાદ આપમેળે ડીલીટ થઇ જશે. ફેસબુકના સામિત્વવાળી મેસેજિંગ કંપની વોટ્સઅપ હાલ આ નવા ફીચરને ટેસ્ટ કરી રહ્યું છે. લેસ્ટ વર્જન 2.20.197.4 માં યૂઝર્સ Settings માં Expiring messages ને ઇનેલ્બલ કરી શકે છે. ફીચર દ્વારા યૂઝર્સ સાત દિવસ બાદ ચેટમાં ઓટો-ડિલીટ મેસેજ ફીચરનો ઉપયોગ કરી શકે છે.

મોકલેલા મેસેજ નિર્ધારિત સમય બાદ ચેટમાંથી ડિલીટ થઇ જશે

આ ફીચર આવ્યા બાદ વોટ્સએપના મેસેજ યૂઝર દ્વારા નિર્ધારિત સમય બાદ ચેટમાંથી ડિલીટ થઇ જશે. તેના માટે મેસેજ સેન્ટ કરનાર યૂઝર જે ચેટને Disappeared માર્ક કરશે. હાલ આ ફીચર ગ્રુપ ચેટ માટે સ્પોટ કરવામાં આવ્યું છે. તેના માટે યૂઝર્સને ગ્રુપ ઇંફોમાં જઇને Disappeared ને ઓન કરી ટાઇમર ઓન કરવું પડશે. ત્યારબાદ યૂઝર દ્વારા ગ્રુપમાં મોકલેલ મેસેજ નક્કી સમય બાદ આપમેળે ડિલીટ થઇ જશે. હાલ આ ફીચર પબ્લિક બીટા વર્જન માટે ઉપલબ્ધ નથી.

ચેટ ડિલીટ કરવા માટે 7 દિવસની ટાઇમ લિમિટ

જૂના બીટા વર્જનમાં જાણવા મળ્યું હતું કે વોટ્સઅપની એક્સપારિંગ મેસેજ ફીચર ઇંડિવિજ્યુઅલ ચેટ્સ સાથે-સાથે ગ્રુપ ચેટ્સ માટે પણ ઉપલબ્ધ હશે. આ ફીચરનો હેતુ સ્નૈપચેટ જેવા એપ્સ પર ઉપલબ્ધ સેલ્ફ-ડિસ્ટ્ર્કિંગ મેસેજથી થોડું અલગ છે. રિપોર્ટના અનુસાર વોટ્સએપનો હેતુ જૂની ચેટ્સને ઓટો-ડિલીટ કરી ચેટ્સ અને ઓવરઓલ એપને હળવી બનાવવાનો છે. નવા વર્જનમાં ચેટ ડિલીટ કરવા માટે 7 દિવસની ટાઇમ લિમિટ આપી છે. તો બીજી તરફ ઓટો ડિલીટ મેસેજ દ્વારા 1 કલાક, 1 દિવસ, 1 અઠવાડિયા, 1 મહિના અને 1 વર્ષનો ઓપ્શન યૂઝર્સને આપી શકે છે.

વોટ્સએપના Disappearing મેસેજ ફીચર થોડું ઘણું ડિલીટ ફોર ઓલ ફીચરની માફક છે. ડિલીટ ફોર ઓલ ફીચરમાં યૂઝ ચેટને ડિલીટ કરવાનો ઓપ્શન મળે છે. પરંતુ આ ઓપ્શન થોડા સમય સુધી જ હોય છે. પરંતુ હવે યૂઝર ટાઇમર લગાવીને ફોરવર્ડ કરેલા મેસેજને ડિલીટ કરી શકે છે. વોટ્સએપ દ્વારા આ પહેલાં એંડ્રોડ બીટા યૂઝર્સ માટે નવા અપડેટ જાહેર કર્યા હતા. આ અપડેટ બાદ યૂઝર્સ પોતાના વોટ્સઅપ સ્ટેટને કોન્ટેક્ટથી હાઇડ કરી શકશે. આ અપડેટ વર્જન 2.19.260 બીટા દ્વારા જાહેર કર્યું છે. આ ફીચરને વોટ્સઅપએ હાઇડ મ્યૂટેડ સ્ટેટસ અપડેટ નામ આપ્યું છે.

આ વીડિયો પણ જૂઓઃ  સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં એક બાદ એક પ્રોફેસરો સામે વિદ્યાર્થીનીઓ ફરિયાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન