હવે કાંકરિયા પરિસરમાં પ્લાસ્ટીકની બોટલની પણ રૂ.10 એન્ટ્રી ફી - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • હવે કાંકરિયા પરિસરમાં પ્લાસ્ટીકની બોટલની પણ રૂ.10 એન્ટ્રી ફી

હવે કાંકરિયા પરિસરમાં પ્લાસ્ટીકની બોટલની પણ રૂ.10 એન્ટ્રી ફી

 | 9:38 pm IST

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિને પ્લાસ્ટીકના વપરાશ ઉપર અંકૂશ મુકવાની નેમ જાહેર કરાઇ છે. અમદાવાદ મ્યુનિ.એ કાંકરિયા પરિસરને પ્લાસ્ટીક વેસ્ટથી ફ્રી કરવા નવો કિમીયો અજમાવ્યો છે. નાગરિકો કાંકરિયા પરિસરમાં પ્લાસ્ટીકને બોટલ લઇ જાય તો તેઓએ પ્લાસ્ટીકની બોટલ લેખે રૃ.૧૦ જમા કરાવવાના રહેશે અને બહાર નીકળતી વખતે ફરી તે બોટલ દેખાડી જમા કરાવેલી રકમ પરત મેળવી શકશે.

શહેરના કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતાં હોય છે જે સંખ્યા રવિવારે તો હજારોમાં પહોંચી જાય છે. કાંકરિયા લેક ફ્રન્ટની મુલાકાતે આવતાં શહેરીજનો સાથે પાણીની બોટલ કે અન્ય પ્રકારની પ્લાસ્ટીકના જભલા લઇ આવતા હોય છે જે પછી પરિસરમાં નાંખી દેવાય છે જેથી કાંકરિયા પરિસરમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટીક વેસ્ટ જનરેટ થાય છે જેથી હવે મ્યુનિ.એ એન્ટ્રી ટિકિટ વખતે જો નાગરિક પાણીની બોટલ લઇને આવે તો તેની નોંધ કરવામાં આવે છે જેમાં એક બોટલના રૃ.૧૦ લઇ તેની પહોંચ આપવામાં આવે છે પછી નાગરિક જ્યારે પરિસરની બહાર નીકળે ત્યારે તે પહોંચ સાથે ખાલી પાણીની બોટલ દર્શાવી રકમ પરત લઇ શકે છે.