Now Users can save Photos and Videos from whatsapp status
  • Home
  • Featured
  • શું તમે WhatsApp સ્ટેટસથી વીડિયો, સ્ટોરી સેવ કરવા ઇચ્છો છો? આ છે વિકલ્પ

શું તમે WhatsApp સ્ટેટસથી વીડિયો, સ્ટોરી સેવ કરવા ઇચ્છો છો? આ છે વિકલ્પ

 | 5:28 pm IST

ફેસબુક માલિકીની ઇન્ટેન્ટ મેસેજિંગ એપ કંપની વોટ્સએપ પર સ્ટેટ્સ સ્ટોરીઝ માત્ર 24 કલાક માટે રહે છે. ત્યાર બાદ ઓટોમેટિકલી તે ડિલીટ થઈ જાય છે. આ પરિસ્થિતિઓમાં યુઝ્સ શેયર કરેલી સ્ટોરીને સેવ કરવા ઇચ્છે તો તેની પાસે સ્ક્રિન શોટ્સ સિવાય અન્ય કોઈ વિકલ્પ હોતો નથી. કારણ કે વોટ્સએપ દ્વારા સેવ કરવાનું ઓપ્શન આપવામાં આવતું નથી. પરંતુ શેયર કરેલ સ્ટોરીઝને સેવ કરવા બે અન્ય વિકલ્પ પણ છે. જે અમે તમને અહીં જણાવીશું.

પહેલો વિકલ્પ છે ‘ફાઇલ મેનેજર એપ’ અને બીજો વિકલ્પ ‘થર્ડ પાર્ટી એપ’ છે. પરંતુ સામાન્ય રીતે લોકો થર્ડ પાર્ટી એપના ઉપયોગને વિશ્વાસ પાત્ર માનતા નથી. કારણ કે એમાં પ્રાઇવસી સંબંધી ઘણી ખામીઓ છે. જોકે ફાઇલ મેનેજર એપની વાત કરીએ તો આ વિકલ્પના માધ્યમથી તમે સરળતાથી મીડિયા ફાઇલ્સ સેવ કરી શકો છો.

મીડિયા રિપોર્ટ મુદજ સેમસંગ, એલજી, વનપ્લસ, ઓપ્પો, વીવો જેવી ઘણી બધી સ્માર્ટફોન્સ બ્રાન્ડ્સ તેના ઓપરેટિંગ સિસ્ટમમાં ફાઇલ મેનેજર એપનો ઓપ્શન આપે છે. જ્યારે સ્ટોક એન્ડ્રોયડ યુઝ્સ ગુગલના પ્લે સ્ટોરથી આને ડાઉનલોડ કરી શકે છે. આ પ્રક્રિયમાં સૌ પહેલા WhatsApp ઓપન કરી સ્ટેટસને વ્યૂ કરો. ત્યાર બાદ લોકલ સ્ટોરેજમાં આ ફાઇલની ટેમ્પરેરી કોપી બની જશે. હવે ફોનમાં ફાઇલ મેનેજર એપ ખોલો અને ઓપન કરો. હવે એપના સેટિંગમાં જઈ અને શો હિડન ફાઇલ્સ ઓપ્શનને સેલેક્ટ કરો. હવે અહીંથી WhatsApp > Media > Statuses માં જાઓ. અહીં તમે જે પણ ફાઇલ્સને સેવ કરવા ઇચ્છો છો તેને કોઈ અન્ય ફોલ્ડરમાં પેસ્ટ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન