NIFTY 10,146.55 -64.30  |  SENSEX 32,389.96 +-194.39  |  USD 65.0350 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • હવે પાકિસ્તાનીઓએ જ પાક.ને ‘ફટકાર્યું’, બોલ્યા-‘કેમ ન આપી જાધવને કોન્સ્યુલર એક્સેસ?’

હવે પાકિસ્તાનીઓએ જ પાક.ને ‘ફટકાર્યું’, બોલ્યા-‘કેમ ન આપી જાધવને કોન્સ્યુલર એક્સેસ?’

 | 6:12 pm IST

આંતરરાષ્ટ્રીય કોર્ટમાં મોટી પછડાટ ખાધા બાદ હવે પાકિસ્તાનમાં જ કેટલાક પાકિસ્તાનીઓએ સવાલ ઉઠાવ્યાં છે કે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને કોન્સ્યુલર એક્સેસ (રાજનયિક મદદ) આપવાનો પાકિસ્તાન તરફથી ઈન્કાર કેમ કરવામાં આવ્યો? આ જ એ સવાલ છે જે ભારતે ICJ સામે ખુબ જ મજબુતાઈથી રજુ કર્યો હતો. ભારતે જણાવ્યું હતું કે કેવી રીતે પાકિસ્તાને ભારત તરફથી આ સંબંધિત 16 અરજીઓ ફગાવી દીધી. અત્રે જણાવવાનું કે આંતરરાષ્ટ્રીય કોર્ટ (ICJ)એ પાકિસ્તાનની સૈન્ય કોર્ટ દ્વારા જાધવને આપેલી ફાંસીની સજા પર રોક લગાવી છે.

પાકિસ્તાનના અખબાર ધ ડોનમાં છપાયેલા એક અહેવાલ મુજબ પાકિસ્તાની સામાજિક કાર્યકર્તા અસમાં જહાંગીરે પૂછ્યું કે ‘આવી સલાહ કોણે આપી કે જાધવને કોન્સ્યુલર એક્સેસ ન આપવામાં આવે. આનાથી શું એ કેદીઓના અધિકારો પર જોખમ નહીં તોળાય જેઓ ભારતીય જેલોમાં બંધ છે? શું કોઈ આંતરરાષ્ટ્રીય કાયદાને બદલી શકે છે?’ અન્ય એક મશહૂર પાકિસ્તાની વકીલે પણ જહાંગીર જેવા જ સવાલો ઉઠાવ્યાં. વકીલ યાસીન લતીફ હમદાનીએ એક ચેનલને જણાવ્યું કે ‘પાકિસ્તાનને શરૂઆતમાં જ કુલભૂષણને કોન્સ્યુલર એક્સેસની સુવિધા આપવી જોઈતી હતી. ICJ એ બિલકુલ નથી કહેતી કે જાધવને કોન્સ્યુલર એક્સેસ ન આપવામાં આવે.’

હમદાનીના જણાવ્યાં મુજબ, ICJએ ભારતના મામલે તરત સુનાવણી હાથ ધરી કારણ કે પાકિસ્તાને એ ભરોસો વ્યક્ત નહતો કર્યો કે સુનાવણી ખતમ થતા પહેલા તે જાધવને ફાંસી નહીં આપે. આથી કોર્ટે સ્ટે આપ્યો. નોંધનીય છે કે ગુરુવારે ભારતના પક્ષમાં ચૂકાદો આપતા આંતરરાષ્ટ્રીય કોર્ટે માન્યુ હતું કે કોન્સ્યુલર એક્સેસ ન આપવી એ વિયેના સંધિનો ભંગ છે. કોર્ટે કહ્યું હતું કે જાધવા મામલે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી ફાંસીની સજા પર રોક લગાવવામાં આવે અને કોઈ પણ પ્રકારની દુર્ભાવનાની કાર્યવાહી ન થવી જોઈએ. કોર્ટે ભારતની વિયેના સંધિ હેઠળની માંગણીને યોગ્ય ગણાવી હતી.