ટ્વિટર પર હવે 140 અક્ષરોમાં પણ તમે સારી રીતે વાત કરી શકશો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Tech
  • ટ્વિટર પર હવે 140 અક્ષરોમાં પણ તમે સારી રીતે વાત કરી શકશો

ટ્વિટર પર હવે 140 અક્ષરોમાં પણ તમે સારી રીતે વાત કરી શકશો

 | 11:32 pm IST
  • Share

અક્ષરની મર્યાદામાં હવે ફોટો, વીડિયો, ક્વોટ ટ્વિટ, પોલ્સ અને જીઆઈએફ એનિમેશન ગણતરીમાં નહિ લેવાય
ટ્વિટરે હવે 140 અક્ષરોની મર્યાદાને અધિકારિક રીતે વધાર્યા વિના વાત કરવા માટેની વધુ સર્જનાત્મક રીત શોધી કાઢી છે. કંપની કહે છે કે હવે તમે જ્યારે કોઈ વ્યક્તિ કે ગ્રૂપને રિપ્લાય આપો છો ત્યારે યૂઝરનેમ 140 અક્ષરોને ગણતરીમાં નહિ લે. આ વસ્તુ ખાસ કરીને ગ્રૂપ કોન્વરઝેશન્સમાં વધારે ઉપયોગી નીવડશે, જ્યાં બે-ત્રણ કે તેથી વધારે વ્યક્તિઓને જવાબ આપવાનો હોય ત્યારે અક્ષરોની મર્યાદાને કારણે જવાબ આપવાનું મુશ્કેલ બનતું હતું.

યૂઝર જ્યારે રિપ્લાય આપશે ત્યારે તે જે લોકોને જવાબ આપે છે તેમનાં નામ એક્ચ્યુઅલ ટ્વિટના ટોપ પર રહેશે, નહિ કે તેના ભાગરૃપે.

ગત વર્ષે ટ્વિટરે કહ્યું હતું કે અક્ષરોની મર્યાદામાં હવે ફોટો, વીડિયો, ક્વોટ ટ્વિટ, પોલ્સ અને જીઆઈએફ એનિમેશન ગણતરીમાં લેવાશે નહીં. ટ્વિટરે વધુ કહ્યું હતું કે યૂઝરનેમને પણ ગણતરીમાં લેવામાં નહિ આવે, હજુ સુધી તે ફેરફાર અમલી બનાવાયો નહોતો. નવા યૂઝર્સને આકર્ષવા મથામણ કરતાં ટ્વિટરે તેના સમર્થકો અને વિરોધીઓને અપીલ કરવાનો પ્રયાસ કરતાં હાલની અક્ષરમર્યાદાને વળગી રહી યૂઝર્સને વિચારોની બડાઈ કે શેખીની અભિવ્યક્તિ માટે ઇમેજ અને અન્ય મીડિયા મારફતે વધુ સ્વતંત્રતા આપી છે.

ટ્વિટરે અક્ષરોની મર્યાદા જાળવી રાખી છે જેથી ટ્વિટ એક લાઇનના ટેક્સ્ટ મેસેજમાં ફિટ થઈ શકે, જે તેઓને જીસ્જીના જૂના સોનેરી દિવસોમાં પાછા લાવશે, હવે મોટાભાગનાં લોકો મોબાઇલ એપ મારફતે ટિવ્ટરનો ઉપયોગ કરે છે. એમાં કોઈ ટેક્નિકલ અડચણ નથી, માત્ર ટ્વિટર સાથે જોડાઈ રહેવાની તેમની અદમ્ય ઇચ્છા છે. ગત સપ્ટેમ્બરમાં ટ્વિટરે ટ્વિટમાં અક્ષરોની મર્યાદા 140ની કરી હતી, જેમાં અપડેટ કરી હવે 140 અક્ષરોની મર્યાદામાં ટ્વિટ સાથેનાં એટેચમેન્ટ જેવાં કે ફોટો, જીઆઈએફ, વીડિયો, ક્વોટેડ ટ્વિટ્સ વગેરેને ગણતરીમાં લેવાશે નહીં જેથી યૂઝર્સ વાતચીત માટે વધુ શબ્દોનો ઉપયોગ કરી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન