NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • આજકાલ શિક્ષણ-પરીક્ષણ રમૂજી બની ગયું છે!  

આજકાલ શિક્ષણ-પરીક્ષણ રમૂજી બની ગયું છે!  

 | 2:47 am IST

રોંગ નંબર : – હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

એક જમાનામાં ભારત ગૌરવભેર કહી શકતો કે ‘હે ગાંવવાલો, મતલબ કે હે દુનિયાવાલોં, દેખો હમારે પાસ ચારિત્ર્ય, સંસ્કાર, સભ્યતા ઔર વિનયવિવેક કા શિક્ષણ દેનેવાલી તક્ષશિલા ઔર નાલંદા જૈસી શિક્ષણતીર્થરૂપ વિદ્યાપીઠ હૈ…!’ પણ આજના વિકસિત જમાનામાં આપણે આવું બોલવાની હિંમત કરી શકીએ એમ નથી, કારણ કે આપણી આજની કેટલીક શિક્ષણસંસ્થાઓએ એવું ગૌરવ લેવા જેવું કશું જાળવ્યું નથી અને રાખ્યું પણ નથી. આ બાબતે આ બધી શિક્ષણસંસ્થાઓ નચિંત છે. ગુમાવવા જેવું કંઈક જાળવ્યું હોય કે રાખ્યું હોય તો એને ગુમાવવાની ચિંતા રહ્યા કરે ને? વાંસ જ રાખ્યો નથી એટલે વાંસળી વાગવાનો કે વગાડવાનો પ્રશ્ન જ પેદા નથી થતો!

થોડા સમય પહેલાં ‘નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટગ્દઈઈ્ યોજાઈ એમાં કલ્પનાય ન કરી શકાય એવું બની ગયું, જોકે કલ્પનામાંય ન બને એવું અશક્ય કામ શક્ય કરી બતાવવાનું સાહસ આપણી આ પ્રકારની શિક્ષણસંસ્થાઓમાં ખૂબ જ કાળજીપૂર્વક થઈ રહ્યું છે. શિક્ષણસંસ્થાઓ ક્યારેક ઇન્ડોર લેસન દ્વારા, તો ક્યારેક આઉટડોર લેસન દ્વારા યુવાજગતને સાહસિકતાના પાઠ ભણાવવાના પ્રયોગો કરી રહી છે એ પણ શિક્ષણ અને પરીક્ષણક્ષેત્રે થઈ રહેલા હરણફાળ પરિવર્તનનું પરમ દર્શન કહી શકાય!   ગઈ સાતમી મેના રોજ લોકશાહીને વરેલા ભારત દેશમાં ક્યાંક ક્યાંક તાલીબાની દૃશ્યો જોવા મળ્યાં! ગ્દઈઈ્ જેવી પરીક્ષા આપવાની હોય ત્યારે ટીનેજર છોકરા-છોકરીઓ કેવાં ટેન્શનમાં અને સ્ટ્રેસમાં હોય છે એની ખબર નિયમો બનાવનારા મેચ્યોર માનસને નથી હોતી. કેરળના કન્નુર જિલ્લાની એક સ્કૂલમાં ૧૮ વર્ષની કેટલીક વિધાર્થિનીઓને પરીક્ષાખંડમાં પ્રવેશતાં પહેલાં બ્રા ઉતારવાની ફરજ પડી! મિત્રો, આ વાંચીને એવું ન વિચારશો કે અમારે લખવામાં કે તમારે વાંચવા-સમજવામાં ક્યાંક ગોથું ખવાઈ ગયું છે! ના, અમારા-તમારાથી ક્યાંય ગોથું ખવાયું નથી, ગોથું તો આચારસંહિતા બનાવનારા અને એનું ભક્તિભાવથી આંધળું અનુકરણ કરનારા ભક્તોએ ખાધું છે! કેટલીક વિધાર્થિનીઓને જિન્સ કાઢી નાખવાનો તઘલખી આદેશ પણ અપાયો અને એનો યુદ્ધનાં ધોરણે અમલ કરાયો. આદેશનું પાલન કરવામાં વાલીઓ બિચારા યુદ્ધનું ધોરણ ન રાખે અને દલીલબાજી શરૂ કરી દે, ત્યાં સુધીમાં પરીક્ષાનો સમય શરૂ થઈ જાય, પરીક્ષાખંડમાં પ્રવેશ ન મળે તો આખા વરસની મહેનત પર પાણી ફરી વળે! વાલીઓએ વિચાર્યું કે સભ્યતા, સંસ્કૃતિ અને નારીઅસ્મિતા પર પાણી ફરી વળે એ પોસાશે પણ સંતાનોની મહેનત પર પાણી ફરી વળે એ નહીં પોસાય. કેટલાક વિદ્યાર્થીઓને લાંબી બાંયનાં શર્ટ કઢાવી નખાયાં, કેટલીક વિધાર્થિનીઓનાં ટોપ કે બ્લાઉઝની ફુલ બાંયને કાપીને સ્લિવલેસ કરી દેવામાં આવ્યાં!  સહેજ કલ્પના તો કરી જુઓ સાહેબ, પરીક્ષાના કલાક અડધા કલાક પહેલાં આયોજકોનાં આવાં પરાક્રમોથી પરીક્ષાર્થીઓનનાં દિમાગની હાલત કેવી થઈ જાય?

ઝ્રમ્જીઈએ પોતાની નવી આચારસંહિતા ઘડી કે પરીક્ષાર્થી પાસે માથામાં નાખવાની કે સાડીમાં ભરાવવાની પિન ન હોવી જોઈએ, બંધ બૂટ કે લાંબાં મોજાં પહેરેલાં ન હોવાં જોઈએ. કોઈપણ પ્રકારની ધાતુ કે ધાતુની બનાવટ પરીક્ષાર્થી પાસે ન હોવી જોઈએ. મેટલડિટેક્ટરમાંથી પસાર થતાં જ બ્રાના મેટલ હૂકને લીધે કે જિન્સનાં મેટલ બટનને લીધે ‘બીપ’ અવાજ થાય તો તરત જ એ બ્રા અને એ જિન્સનું આવી બને! દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું એનું કારણ જુદું હતું અને અહીં જે વસ્ત્રાકર્તન થયું એનું કારણ જુદું છે. બંનેનાં કારણો ભલે જુદાં હોય પણ એ બંને દૃશ્યના મૂક સાક્ષીઓ બની રહેલા ચિંતકોનું અકળ અને ભેદી મૌન તો એક સરખંુ જ છે! દ્રૌપદી ઘટનામાં ધર્મરક્ષકોનાં મૌનનું કારણ મજબૂરી હતી, તો આ ગ્દઈઈ્ ઘટનામાં, સંસ્કાર, સભ્યતા અને સંસ્કૃતિની દુહાઈ ગાનારાઓના આજ સુધીનાં લોખંડી મૌનમાં કાં તો લાચારી છે, કાં તો લાભ-લાલચની વાંઝણી અપેક્ષા છે! સિસ્ટમ મેં કુછ તો ગડબડ હૈ!

કેટલાક હરખપદૂડા ભક્તિભાવવાળા રાષ્ટ્રચિંતકો એવું કહેતા હોય છે કે ગ્દઈઈ્ના આયોજકોએ એક મહિના અગાઉથી પરીક્ષાર્થીઓ માટેની આચારસંહિતા જાહેર કરી જ દીધી હતી, આમાં શિક્ષણસંસ્થાઓ, શિક્ષણકારો કે પરીક્ષણ કમિટીનો સહેજ પણ વાંક નથી! હવે આવા અબૂધ લોકોને કોણ સમજાવે કે હે ભાઈ હરખુ, ગ્દઈઈ્ની આચારસંહિતામાં આવા આંતરવસ્ત્રોને સ્પર્શતા કોઈ નિયમોનો ઉલ્લેખ જ નથી! પણ એવું કહેવાય છે કે સૂર્યાસ્ત થવાનો હોય ત્યારે પડછાયા મોટા હોવાના વહેમમાં લાંબા દેખાય છે! આપણામાં કહેવત છે કે ચા કરતાં કિટલી વધારે ગરમ હોય! જમાનો ચાનો નથી સાહેબ, કિટલીનો છે! આજે કિટલીઓની સંખ્યામાં જેટલા ઊંચા દરે વધારો થઈ રહ્યો છે એટલો તો ક્યારેય નહોતો!  એક સમય હતો કે જ્યારે ભારત અકલઅક્કલપ્રધાન દેશ કહેવાતો! આજે એ નકલપ્રધાન દેશ બની ગયો છે. નકલ કરવી એ આપણો રાષ્ટ્રીય શોખ છે! કેટલાંક લોકોની તો નકલ પણ નકલી હોય છે. આનો અર્થ એ થયો કે કેટલીક નકલ અસલી પણ હોઈ શકે! આવી અસલી નકલ આપણે ત્યાં શિક્ષણસંસ્થાઓમાં યોજાતી પરીક્ષાઓમાં જોવા મળે છે. ઘણાંને આપણી એ સિદ્ધિની કદાચ ખબર નહીં હોય કે પરીક્ષામાં નકલકલા દર્શાવવામાં ભારતનું નામ આજે દુનિયાભરમાં નંબર વન છે! આમેય આપણને દરેક ક્ષેત્રમાં નંબર વન રહેવાની આદત પડી ગઈ છે, જોકે ભારતને કેટલીક સારી આદતો છે એમાંની આ શ્રેષ્ઠ આદત કહી શકાય! આમાં માત્ર પરીક્ષાર્થીઓનો જ વાંક નથી સાહેબ, વાલી અને પેરન્ટ્સનો તો એમનાં સંતાનો કરતાંય વધારે વાંક કહેવાય! જોકે શાળાસંચાલકો, શિક્ષણ-પરીક્ષણ નિષ્ણાતો અને શિક્ષણ વિભાગના કેટલાક સવાયા સોદાગર જેવા અધિકારીઓની સહિયારી આર્િથક સાહસિકતાને કારણે આપણે ત્યાં પરીક્ષામાં જે નકલોદ્યોગ વિકસ્યો છે એમાં, આ ત્રણેય મૂર્તિઓનો પણ એટલો જ ફાળો છે!

દુનિયાની વાત જવા દો પણ આપણે ત્યાં કંઈક જુદું જ જોવા મળે છે. આમ તો બીમાર વ્યક્તિની બીમારી દૂર કરવા માટે એનો ઉપચાર કરવો જોઈએ, જો એ બીમારી મર્યાદા ઓળંગી ગઈ હોય અને વિકાસનાં નામે એટલી હદે વકરી ગઈ હોય કે એને કોઈ જ દવા અસર ન કરી શકતી હોય તો એઝ અર્લી એઝ પોસિબલ, ઓપરેશન કરી નાખવું જોઈએ કાં તો સડી જતા ભાગને કાપી નાખવો જોઈએ! કોઈ અંગનો ભોગ ભલે લેવાય, પણ આખું શરીર બચી જાય એ જરૂરી છે! પણ આવું કંઈ કરવાને બદલે ડોક્ટર એમ કહે કે હે ભાઈ દર્દી, તારે સાજા થવું હોય તો ડિશ કે થાળીમાં નહીં જમવાનું, માત્ર પતરાળીમાં જ જમવાનું! વળી કાયમ માટે સ્વસ્થ અને નીરોગી રહેવું હોય તો જમવાનું જ બંધ કરી દે! અથવા તો સરકારે હવે ફાસ્ટફૂડ પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ અને ફાસ્ટફૂડિયા માણસોને રંગે મોં પકડી કડકમાં કડક સજા કરવી જોઈએ! અહીં બીમારીનો ઇલાજ શોધાતો નથી, સલાહો અપાય છે. સલાહ પણ એક લાઇલાજ ઇલાજ છે! કેટલાક આપણને સૂફિયાણી સલાહ આપે જ છે ને કે હે નાગરિકો, તમારે હિટ એન્ડ રન જેવા અકસ્માતોથી બચવું હોય તો ચોવીસે કલાક ઘરમાં જ બેસી રહો, બહાર નીકળો તો એક્સિડન્ટનો ભોગ બનો ને? આને ઉપચાર ન કહેવાય સાહેબ! ઉપચાર તો એને કહેવાય કે હિટ એન્ડ રન ના નિર્માતાને પકડીને એવી શિક્ષા કરવામાં આવે કે પીધેલી હાલત વાળોય વાહન ધીમેથી ચલાવે!  આપણે ત્યાં બીમારીને દૂર કરવા માટે ઉપચારો નહીં પણ સુફિયાણી સલાહો અપાય છે!