NRI Come To Help Flood Affected People In Kerala
  • Home
  • NRI
  • કેરળના પૂર પીડિયો માટે સાત સમંદર પારથી વહ્યો મદદનો ધોધ, વ્હ્યારે ચડ્યા NRI

કેરળના પૂર પીડિયો માટે સાત સમંદર પારથી વહ્યો મદદનો ધોધ, વ્હ્યારે ચડ્યા NRI

 | 2:11 pm IST

કેરળમાં પુરૂ પીડિતોની મદદ માટે યૂએઈએમાં વસવાત કરતા રાજ્યના નાગરિકોએ મદદ માટેનો હાથ લંબાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કુદરતી હોનારતમાં 88 લોકોના મોત થઈ ચુક્યા છે. દુબઈમાં પ્રકાશીત અહેવાલ પ્રમાણે મૂળ રૂપે કેરળના રહેવાસી 500 રંગમંચ કલાકારોના ગ્રુપ ‘વોઈસ ઓફ હ્યૂમીનિટી’એ પૂર પીડિતો માટે રાહત સામગ્રી એકત્ર કરવા એક પ્લેટફોર્મ પણ બનાવ્યું છે.,

ગ્રુપની જોઈન્ટ સેક્રેટરી શૌકી સુલેમાને જણાવ્યું હતું કે, અમે ખાસ કરીને કપડા, મહિલાઓ અને બાળકો માટે સ્વાસ્થ્ય સંબંધીત સામાન, બિસ્કીટ જેવી ખાદ્ય સામગ્રી અને ચપ્પલ વગેરે એકત્ર કરી રહ્યાં છીએ.

તેમણે જણાવ્યું હતું કે, દુબઈમાં ત્રણ સ્ટોરેજ ઉભા કરવામાં આવ્યા છે. સુલેમનાનના જણાવ્યા પ્રમાણે ભારતમાં જુદી જુદી શિબિરોમાં બચાવ અને રાહત કાર્યમાં મદદ કરી રહેલા જુથના સભ્યો દ્વારા મળેલી જાણકારીના આધારે જરૂરી સામાનનું વર્ગીકરણ કરવામાં આવી રહ્યું છે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે, અમે સંગ્રહિત સામાન કાર્ગો વિમાન દ્વારા મોકલી રહ્યાં છીએ. જેને અમારા સભ્યો વહેંચશે. અમે પૂરપીડિતોની શક્ય એટલી તમામ મદદ કરી રહ્યાં છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન