નવસારી : કાર ટ્રક સાથે ભટકાતા એનઆરઆઈનું ઘટનાસ્થળે મોત - Sandesh
NIFTY 10,788.55 +88.10  |  SENSEX 35,081.82 +310.77  |  USD 63.8825 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • નવસારી : કાર ટ્રક સાથે ભટકાતા એનઆરઆઈનું ઘટનાસ્થળે મોત

નવસારી : કાર ટ્રક સાથે ભટકાતા એનઆરઆઈનું ઘટનાસ્થળે મોત

 | 2:38 pm IST

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં દુવાડા ગામ પાસે નેશનલ હાઇવે નંબર 48 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મુંબઇ એરપોર્ટથી વડોદરા જતી કાર રોડસાઈડ ઉભી રહેલ ટ્રક સાથે ભટકાતા એક એનઆરઆઈ અને તેના પિતરાઈ ભાઈનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું. જયારે કારચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

અમેરિકાના શિકાગોમાં રહેતા અને મોટેલ ચલાવતા મિલવ હેમંતભાઈ પટેલ પોતાના માદરે વતન આવ્યા હતા. તેઓ મુંબઈ એરપોર્ટથી નીકળીને વડોદરા પોતાના પિતરાઇ ભાઈ કાર્તિક હિતેન પટેલ અને મિત્ર ચિરાગ સિંહ સંગ્રામસિંહ રાણા સાથે કારમાં જઈ રહ્યા હતા. તે સમયે નવસારી જિલ્લાના દુવાડા ગામે નેશનલ હાઇવે 48 ઉપર સાઈડ ઉપર પાર્ક કરેલ ટ્રકમાં તેમની કાર ભટકાઈ હતી. પાછળથી કાર ધડાકાભેર ટ્રક સાથે અથડાતા કારમાં સવાર મિલવ પટેલ અને કાર્તિક પટેલ ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. જ્યારે ચિરાગસિંહ રાણા ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.