NRI doing Garba and Celebrate PM Modi victory in Election
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: વિદેશોમાં પણ મોદી ‘લહેર’, NRIએ ગરબા કરી મનાવ્યો જીતનો જશ્ન

Video: વિદેશોમાં પણ મોદી ‘લહેર’, NRIએ ગરબા કરી મનાવ્યો જીતનો જશ્ન

 | 1:59 pm IST

ભારતની લોકસભાની ચૂંટણીના પરિણામોએ વિદેશોમાં અને ખાસ કરીને અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકોમાં પણ ઘણી ઉત્સુકતા જન્માવી હતી. યુએસએના મિનેસોટા, ઇલિનોઇસ, ન્યૂજર્સી, મેસેચ્યુસેટ્સ, ફ્લોરિડા, વોશિંગ્ટન ડીસી, ર્વિજનિયા, કેલિર્ફોનિયા અને અન્ય રાજ્યોમાં ભારતીય અમેરિકનોની મોટી વસતી છે. અહીં ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી દ્વારા મોટા થિયેટરોમાં લોકસભાની ચૂંટણીના પરિણામોનું લાઇવ ટેલિકાસ્ટ આયોજિત કરાયું હતું.

થિયેટરોના વિશાળ પડદાઓ પર ભારતીય ન્યૂઝ ચેનલોના લાઇવ ટેલિકાસ્ટનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં એનઆરઆઈ આ લાઇવ ટેલિકાસ્ટ જોવા ઊમટી પડયા હતા. ભારતમાં ફરીવાર મોદી સરકાર સત્તામાં આવી રહી હોવાના ટ્રેન્ડ પ્રાપ્ત થતાં જ અમેરિકામાં વસતા એનઆરઆઈ અને ભારતીય મૂળના અમેરિકનોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું. ભાજપના ફેન્સ દ્વારા મીઠાઈ વહેંચી મોદી સરકારના વિજયની ઉજવણીઓ કરાઈ હતી.

તે ઉપરાંત ઘરો, રેસ્ટોરન્ટ, ક્લબ હાઉસો અને હોટેલ સ્યૂટ્સમાં પાર્ટીઓનું આયોજન કરાયું હતું. પરિવારોએ સાથે મળીને લોકસભા ચૂંટણીના પરિણામોની માહિતી મેળવી ઉજવણીઓ કરી હતી. આ સિવાય સોશિયલ મીડિયા પર લંડનનો એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં મોદીની જીતની ઉજવણી કરવા માટે રસ્તા પર એનઆરઆઈ અને અન્ય લોકો ગરબા કરતા દેખાઈ રહ્યા છે. આ વીડિયોમાં લોકો ગરબા કરી મોદીની જીતનો ઉત્સવ મનાવી રહ્યા છે. વીડિયોને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન