NRI Family Adopts 1.5 Year Old Orphan Girl Child From Gujarat
  • Home
  • Uncategorized
  • ટ્રેનમાંથી મળેલી અનાથ બાળકીને મળ્યું નવજીવન, હવે અમેરિકામાં ગુજરાતી માતા કરશે ઉછેર

ટ્રેનમાંથી મળેલી અનાથ બાળકીને મળ્યું નવજીવન, હવે અમેરિકામાં ગુજરાતી માતા કરશે ઉછેર

 | 5:53 pm IST

અમેરિકાના એક દંપતીએ ટ્રેનમાંથી અનાથ મળેલી બાળકીને દત્તક લીધી છે. રાજભવન ખાતે દંપતિને દીકરી દત્તક આપવાનો દત્તકગ્રહણ સમારોહ યોજાયો હતો. જૂન 2018માં કાલુપુર રેલવે સ્ટેશન પરથી મળેલી બાળકીને RPFના જવાને પાલડી શિશુ ગૃહ મોકલી હતી. જ્યાંથી અમેરિકાના મોહન પરિવારે તેને દત્તક લીધી છે.

રાજભવન ખાતે આયોજિત દત્તક ગ્રહણ સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, માત્ર દોઢ વર્ષની અનાથ બાળકીને દત્તક લઇને USA સ્થિત શ્યામ પરમેશ્વરન મોહન અને તેમના પત્ની અને મૂળ ગુજરાતી એવાં પાયલ મોહને આ બાળકીને નવું જીવન આપ્યું છે. કાંતિમાંથી નવું નામ ધારણ કરનાર દીકરી સીયાના પાલક માતાપિતા એવા મોહન દંપતિને હું આ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

સીયાના પિતા શ્યામ મોહન મૂળ કેરળના છે અને તેમનો જન્મ અને ઉછેર અમેરિકામાં થયો છે ત્યારે માતા પાયલ મૂળ મોરબીના વતની છે. શ્યામ ઈમિગ્રેશન અને કન્સલ્ટન્સી ફર્મ ચલાવે છે. આ દંપતી બાળકીને દત્તક લઈને ઘણાં જ ખુશ છે. ક્રાંતિની માતા પાયલે જણાવ્યું કે, અમે સતત ક્રાંતિ સાથે વીડિયો કોલ પર વાતો કરતા હતા. અમે વારંવાર ભારતની મુલાકાત લેતા રહીશું, અને અમે તેને પણ ભારત સાથેનો સંબંધ જળવાઈ રહે તેવા પ્રયાસ કરીશું.

રાજ્યપાલ અને મંત્રીની ઉપસ્થિતિમાં બાળકીને દત્તક આપવા માટેની સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા બાદ વૈદિક મંત્રોચ્ચાર વિધિ અને સાંસ્કૃતિક પરંપરા મુજબ દીકરી સીયાને તેમના પાલક માતાપિતાને દત્તક તરીકે આપવાની કામગીરી પૂર્ણ કરાઇ હતી. ઈશ્વર પરમારના હસ્તે દીકરી સીયાનો USA નાગરિક તરીકેનો પાસપોર્ટ પણ વિધિવત રીતે તેમના માતાપિતાને આપવામાં આવ્યો હતો.

જુઓ આ વીડિયો પણ;

જન્માષ્ટમીના તહેવારની સુરતમાં ધામધૂમ પુર્વક તૈયારીઓ શરુ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન