nri-fraud-case-against-builder-rs-3-32-crore-fraud-case
  • Home
  • Nri
  • બિલ્ડરે NRIને ચોંપડ્યો કરોડો રૂપિયાનો ચૂનો, આ રીતે ખુલી પોલ

બિલ્ડરે NRIને ચોંપડ્યો કરોડો રૂપિયાનો ચૂનો, આ રીતે ખુલી પોલ

 | 1:04 pm IST

યૂકેના રહેવાસી એક એનઆરઆઈએ પુષ્યાંજલિ બિલ્ડર વિરુદ્ધ 3 કરોડ 32 લાખ રૂપિયાની છેતરપીંડીનો કેસ નોંધાવ્યો છે. આગરામાં 23 પ્લોટ અને 20 ફ્લેટ વેચવાના નામ પર બિલ્ડરે આ રકમ એનઆરઆઈ પાસેથી પડાવવામાં આવી હતી. ત્યારબાદ જમીન અને ફ્લેટ તેના નામે કરવામાં આવ્યા નહોતા. ત્યારબાદ NRIએ પુષ્યાંજલિ કંસ્ટ્રક્શનના ડાયરેક્ટર પુનીત અગ્રવાલ બીડી અગ્રવાલ, મયંક અગ્રવાલ અને આનંદ મોહનની સાથે મનીષ વિરુદ્ધ રિપોર્ટ નોંધાવ્યો હતો.

ઘટનાની મળતી માહિતી અનુસાર, મૂળ રૂપથી આગરાનો રહેવાસી NRIનો પરિવાર ઈંદિરાપુરમ ગાજિયાબાદમાં રહે છે. 2005માં તેમને આગરામાં રોકાણ કરવાનો નિર્ણય કર્યો. તેમના પિતાએ તેના માટે પ્રૉપર્ટી ડીલર ધ્રુવ અગ્રવાલનો સંપર્ક કર્યો હતો. ધ્રુવ અગ્રવાલે તેને પુષ્યાંજલિ કંસ્ટ્રક્શનના ડાયરેક્ટરોની મુલાકાત કરી હતી. આરોપીઓએ 2011માં તેમને પોતાના ઘણા પ્રોજેક્ટ દેખાડ્યા હતા. ત્યારબાદ તેમાં 23 પ્લોટ અને 20 ફ્લેટ ખરીદવાનો નિર્ણય કર્યો. તેની કિંમત 3 કરોડ 65 લાખ રૂપિયા નક્કી થઈ હતી. શરૂમાં 70 ટકા રકમ આપવાની સહમતિ બાદ તેને હપ્તામાં બિલ્ડરને પોતાના અને પોતાની પત્નીના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્રણ વર્ષમાં કબ્જો આપવાનો દાવો કર્યા બાદ આરોપી 2015 સુધી તેમને આશ્વાસન આપતો રહ્યો હતો.

2017 સુધી તેમને બિલ્ડરને તમામ રકમ આપી દીધી હતી. તેમ છતાં તેમને પ્લોટ અને ફ્લેટ આપ્યા નહોતા. ત્યારબાદ તેમને આ ઘટનાની જાણ પોલીસમાં કરી હતી. પ્રાથમિક તપાસ બાદ હવે ફેજ-3 પોલીસે ઘટનાની ફરિયાદ નોંધી છે. સીઓ-2 રાજીવ કુમાર સિંહે જણાવ્યું કે, ફરિયાદ બાદ પોલીસ મામલાની તપાસમાં લાગી ગઈ છે. આરોપીની સેક્ટર-63માં પોતાની ઓફિસથી ફરાર છે. તેમની શોધખોળ ચાલું છે.