શું તમારે પણ દીકરીનું લગ્ન વિદેશ કરાવવું છે? તો પહેલા જ વાંચી લે જો આ કિસ્સો - Sandesh
  • Home
  • Ahmedabad
  • શું તમારે પણ દીકરીનું લગ્ન વિદેશ કરાવવું છે? તો પહેલા જ વાંચી લે જો આ કિસ્સો

શું તમારે પણ દીકરીનું લગ્ન વિદેશ કરાવવું છે? તો પહેલા જ વાંચી લે જો આ કિસ્સો

 | 2:26 pm IST

ગુજરાતમાં વિદેશમાં વસતા યુવક સાથે લગ્ન કરવાનો જાણે ટ્રેન્ડ જ થઈ ગયો છે. અવારનવાર વિદેશમાં રહેતા છોકરા કે છોકરીએ છેતરપિંડી કર્યા હોવાના ઘણાં દાખલા આપણે આપણી આજુબાજુ બનતા જોયા હશે. વિદેશમાં અમારે મોટો વેપાર છે અને મોટું ઘર છે એવું કહીને પણ છેતપિંડી થતી હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદના આનંગનગર વિસ્તારમાં પણ બન્યો છે. જેમાં યુવતી સાથે મૂળ ગુજરાતી પરંતુ વિદેશ રહેતા યુવાન અને તેના પરિવારે છેતરપિંડી કરી છે અને ભાંડો ફુટ્યો તો ડિવોર્સ માટે પણ લાખો રૂપિયાની માંગણી કરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં માતાપિતા સાથે રહેતી યુવતીની સગાઈ 2015માં તેમના સંબંધીના કહેવાથી અમેરિકાના ન્યૂજર્સી રહેતા યુવક સાથે થઈ હતી. તે વખતે સંબંધીએ કહ્યું હતું કે ઘર અને યુવાન સારા છે અને કોઈને કોઈ વ્યસન નથી. ત્યારબાદ યુવક પોતાના પરિવાર સાથે અમેરિકાથી ગુજરાતમાં આવે છે યુવક-યુવતી એકબીજાને મળે છે અને થોડા સમય પછી સાદાઈથી લગ્ન કરી લે છે. તે કહે છે કે આનાથી સ્પાઉસ વિઝાની પ્રોસેસ જલ્દી થાય. લગ્ન કરીને થોડા જ દિવસોમાં તે અમેરીકા પરત જતો રહે છે.

ફોન પર વાત થતાં યુવક અનેકવાર કહે છે કે સાદાઈથી લગ્ન કર્યા એટલે સમાજમાં અમારે નીચું જોવાનો વારો આવ્યો છે. એટલે એક મોટું ફંકશન અમદાવાદમાં કરવું પડશે. ભવ્ય ફંકશન કર્યા પછી યુવક યુવતી થાઈલેન્ડ ફરવા પણ ગયા હતાં જ્યાં યુવકે દારૂ, સિગરેટ અને ડ્રગ્સનો નશો કરી ઝધડો કરી માર પણ માર્યો હતો. યુવકે યુવતીને કહ્યું હતું કે તને આટલા દાગીના લઈને ફ્લાઈટમાં આવવા નહીં દે એટલે થોડા દાગીના અમને આપી દે. અમેરિકા ગયા પછી યુવક કે તેનો પરિવાર વિઝાની વાત ટાળવા લાગ્યા જેનાથી યુવતી વિઝિટર વિઝા પર ન્યૂજર્સી પહોંચી હતી.

યુવતી અમેરિકા પહોંચી જતાં તેઓએ પહેલા તો ઘણો ઝઘડો કર્યો હતો અને થોડા દિવસ યુવતીને રાખ્યા બાદ ઘરમાંથી કાઢી મૂકી હતી. બાદમાં યુવકની ડિગ્રીની તપાસ કરતાં તે પણ ખોટી નીકળી હતી. યુવતીએ અમેરિકાથી અમદાવાદ પરત આવીને માતા-પિતાને સઘળી હકીકત જણાવી હતી. યુવતીના માતાપિતાએ ડિવોર્સની વાત કરી તો યુવકની માતા કહ્યું હતું કે 45 લાખ મોકલ તો જ ડિવોર્સ મળશે . આ આખી છેતરપિંડીની ફરિયાદ આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન